બોડેલીમાં આવેલી સફાયર પબ્લિક સ્કૂલમાં 2 ઓક્ટોબર “ગાંધી જયંતી”ની ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી. જેમાં ગુજરાતી માધ્યમમાં નાના ભૂલકાઓએ ગાંધીજીનો પોશાક ધારણ કર્યો, ગાંધીજીના ચશ્માની પ્રતિકૃતિ, ડસ્ટબિન બનાવી. ચિત્ર સ્પર્ધા ,સૂત્ર લેખન સ્પર્ધા ,વક્તૃત્વ સ્પર્ધા રાખવામાં આવી . વિદ્યાર્થીઓ ગાંધીજીનો ચરખો બનાવ્યો. જ્યારે અંગ્રેજી માધ્યમમાં વિદ્યાર્થીઓ દ્વારા કાવ્યપઠન કરવામાં આવ્યું.ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓએ “ગાંધી એક યાત્રા” તથા “હમ સબ એક હૈ” જેવા નાટકો રજૂ કર્યા. દેદી હમે આઝાદી… સમૂહગાન રજૂ કરવામાં આવ્યું. ગાંધીજી વિશે વિવિધ પ્રસંગો રજૂ કરવામાં આવ્યા. શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શાળાનું વાતાવરણ બનાવી દીધું. આમ , સફાયર પબ્લિક સ્કૂલમાં “ગાંધી જયંતી” ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
Attachments area

