Gujarat

સરદાર પટેલ વિદ્યામંદિર વિનાનું ગૌરવ.

રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
સરદાર પટેલ વિદ્યામંદિર વીણાના ધોરણ 11 ના વિદ્યાર્થી પરમાર ગોપાલકુમાર સુરેશભાઇ જેઓ આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગુ. મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝના 11 મા  રાઉન્ડમાં વિદ્યાર્થીઓના વિભાગમાં ટોપર્સમાં સામેલ થયેલ છે, તેઓને ગુજ. સરકાર શ્રી તરફથી રોકડ પુરસ્કાર આપવામાં આવશે. સરદાર પટેલ કેળવણી મંડળ, વિણા તથા સમસ્ત શાળા પરિવાર આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે.  શાળાના આચાર્ય શ્રી એસ. જી. પટેલે આ  વિદ્યાર્થી તથા તેને ક્વિઝ માટે માર્ગદશન આપનાર તેમના વર્ગશિક્ષીક શ્રી પ્રશાંત કિશ્ચિયનને શુભેચ્છાઓ પાઠવી હતી. અને નિયમિત વાંચનને કારણે આ બહુમાન શક્ય બન્યું હોવાનું જણાવેલ છે.  પારિતોષિક બદલ ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝના આયોજક માનનીય સચિવ શ્રી ગુ. મા. અને  ઉ. મા. શિક્ષણ બોર્ડ ગાંધીનગર તથા ગુજરાત સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

IMG-20220927-WA0027.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *