અનાનશ,સફરજન,કેળા,દ્રાક્ષ,કેરી,દાડમ,જામફળ સહીતના ફ્રુટ નો અન્નકુટ ધરાવાયો,દિવ્ય દર્શન કરવા ભક્તો મંદીરે ઉમટી પડ્યા
બોટાદ જીલ્લાના સાળંગપુર ગામે શ્રી સ્વામિનારાયણ મંદીર વડતાલધામ સંચાલિત શ્રી કષ્ટભંજનદેવ મંદીરે હનુમાનજીદાદા ને આજે શનિવાર નિમિત્તે પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરીપ્રકાસદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તથા પુજ્ય કોઠારી સ્વામી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી હનુમાનજીદાદા ને દિવ્ય વાઘા પહેરાવી વિવિધ જાતના ફ્રુટ નો શણગાર કરી ફ્રુટ નો અન્નકુટ ધરાવવામાં આવેલ જેમાં અનાનશ,સફરજન,કેળા,દ્રાક્ષ,કેરી,દાડમ,જામફળ સહીતના ફ્રુટ નો અન્નકુટ ધરાવાયો હતો.આ દિવ્ય દર્શન કરવા ભક્તો મંદીરમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.આ પ્રસંગે મંગળા આરતી પુજારીસ્વામી દ્વારા કરવામાં આવી હતી.તથા શણગાર આરતી કોઠારીસ્વામી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી.તેમજ મંદીરના પટાંગણમાં મારૂતિયજ્ઞ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ.ભક્તોએ ઓનલાઈન તથા પ્રત્યક્ષ દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી હતી…
તસવીર-વિપુલ લુહાર


