સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરનાં પારેવા ઘર નજીક આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન થયેલ છે વ્યાસપીઠ ઉપર વક્તાશ્રી નિર્લેપસ્વામી બોરસદ ગુરુકુલ દ્રારા કથા રસપાન કરાવી રહ્યાં છે. આ જ્ઞાનયજ્ઞમાં અમૃતવેલ ખોડલધામના પુજારી રાજુભાઈ મહેતા અને ગઢડાના લક્ષ્મીનારાયણ સ્વામી તેમજ સાવરકુંડલા ટાઉન પીઆઈ ગોસ્વામી સાહેબ સ્ટાફ સાથે હાજરી આપી કથા શ્રવણનો લાભ લીધો. આ પાવન પ્રસંગે એસ.બી.આઈ લાઈફના મેનેજર ધવલભાઈ જાની અને ખુબ મોટી સંખ્યામાં હરિભકતો ઉપસ્થિત રહી કથા રસપાન કરેલ


