Gujarat

સાવરકુંડલા શહેરને વહેલીમાં વહેલી તકે જીઆઇડીસીની સુવિધા ઉપલબ્ધ કરાવવા અંગે મારી માટે નહીં તમારી માટે પણ નહીં આપણાં સૌની અને ભાવિપેઢી માટે જીઆઇડીસી આ તર્ક પર સાવરકુંડલા શહેરનાં વેપારી અગ્રણી ઘનશ્યામભાઈ મશરૂની આઞેવાની હેઠળ જીઆઇડીસીની વહેલી તકે સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે સાવરકુંડલા શહેરનાં ઉદ્યોગકારોની ઉપસ્થિતિમાં એક ચિંતન બેઠક યોજાઈ. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરમાં આજરોજ વેપારી  અગ્રણી ઘનશ્યામભાઈ મશરૂની આઞેવાની હેઠળ સાવરકુંડલા શહેરને જીઆઇડીસીની સુવિધા વહેલી તકે મળે તે માટે સાવરકુંડલા શહેરના વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગકારોની સાથે મળીને એક ચિંતન બેઠક યોજાય જેમાં બહોળી સંખ્યામાં ઉદ્યોગને લગતાં વેપારીઓએ હાજરી આપી હતી. અને સંભવિત સાવરકુંડલા જીઆઇડીસી એસોસીએશનની રચના કરવા અંગે પણ વિચારણા કરવામાં આવી હતી. અને સાવરકુંડલા શહેરને જીઆઇડીસીની સુવિધા વહેલી તકે ઉપલબ્ધ કરાવવા ઉગ્ર રજૂઆત કરવાનું નક્કી કરવામાં આવેલ. આ સંદર્ભે સાવરકુંડલા વેપારી અગ્રણી ઘનશ્યામભાઈ મશરૂએ તનતોડ પ્રયાસ ચાલુ કરી દીધાં છે. આ મીટીંગમાં સાવરકુંડલા ચેમ્બર ઑફ કોમર્સના પ્રમુખ મહેશભાઈ મશરૂ ( કાનાભાઈ ) વિપુલભાઇ મકવાણા,નિકુલભાઈ ચુડાસમા,, અનિલભાઈ ગોસાઈ, મહેન્દ્રભાઈ  ચુડાસમા, નિલેશભાઈ જોષી ,કેતનભાઈ ત્રિવેદી ,સાગરભાઈ મશરૂ, મુકેશભાઈ, મકવાણા, ઞુણુભાઈ કારેલીયા ,મીતેશભાઇ ગઢીયા , કીશોરભાઈ વડેરા વગેરેએ જીઆઇડીસીના ફાયદાઓ સમજાવ્યા હતા. અત્રે મોટી સંખ્યામાં સાવરકુંડલાના વિકાસ માટે અત્યંત જરૂરી જીઆઇડીસીની સુવિધા ઉપલબ્ધ કરાવવા ઉગ્ર રજૂઆત કરવાનું નક્કી કરવામાં આવેલ હતું
આ કાર્યક્રમ સાવરકુંડલા વેપારી અગ્રણી ઘનશ્યામભાઈ મશરૂની આગેવાની હેઠળ કરવામાં આવેલ.
આમ તો મારી માટે નહીં તમારી માટે પણ નહીં આપણાં સૌની અને આપણી ભાવિપેઢી માટે જીઆઇડીસી શરૂ કરાવવા માટેની કોશિશ આ પહેલ પણ નોંધપાત્ર છે.

IMG-20220206-WA0054.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *