Gujarat

સાવરકુંડલા શહેરમા પણ અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોવિડ વેક્સિનેશન રસીકરણ કામગીરી અંતર્ગત ત્રીજા ડોઝનો પ્રારંભ.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરમા પણ આજથી અહીં અર્બન હેલ્થ સેન્ટર ખાતે બીજો ડોઝ લીધાને ૯ માસ થઈ ગયા હોય તેવાં ફ્રન્ટ લાઇન વર્કર્સ (મામલતદાર ઓફિસ સ્ટાફ, તાલુકા પંચાયત ઓફિસ સ્ટાફ, પોલીસ , હોમગાર્ડ, grd, શિક્ષકો) તમામ  કે જેને બીજો ડોઝ લીધાને ૯ મહિના થઈ ગયેલ છે તે તમામને ત્રીજો ડોઝ પ્રી કોશન ડોઝ  ( સાવચેતીનો ડોઝ) આપવાનો થાય છે. હેલ્થ કેર વર્કર્સ (આરોગ્ય સ્ટાફ, આશા, આંગણવાડી સ્ટાફ, ખાનગી હોસ્પિટલ સ્ટાફ) તમામ  કે જેને બીજો ડોઝ લિધા ને ૯ મહિના થઈ ગયેલ છે તે તમામને ત્રીજો ડોઝ – પ્રિ કોશન ડોઝ ( સાવચેતીનો ડોઝ)આપવાનો પ્રારંભ થયો છે. એ સંદર્ભમાં  ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન સાવરકુંડલાના પ્રમુખ અને શહેરનાં ગણમાન્ય અગ્રણી તબીબ ડો. જીતેન્દ્ર વડેરા સાહેબ તથા અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ રાજુભાઈ શીંગાળા તથા તેમના ધર્મપત્ની આ ત્રીજા વેક્સિનેશન રસીકરણના ડોઝ લેતાં નજરે પડે છે. આમ પણ હવે રસીકરણ એ જ ઈલાજ છે કોરોનાને માત આપવાનો. આ અભિયાનને સફળ બનાવવા માટે અર્બન હેલ્થ સેન્ટરનાં ડો. મયૂર પારઘી સમેત અન્ય કર્મચારીઓ ભારે જહેમત ઉઠાવી રહ્યાં છે.

IMG-20220110-WA0013.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *