|
સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં આંખની હોસ્પિટલ ખાતે અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયા દ્વારા માનનીય યશસ્વી વડાપ્રધાન નરેશભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે તેમના દિર્ધાયુ માટે યોજવામાં આવેલ ૭૩ કુંડ દિર્ધાયુ મહાયજ્ઞ તેમજ વિવિધ લોકસેવાના કાર્યોને બિરદાવતાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ.
———————————————————————
સાવરકુંડલા શહેરની આંખની હોસ્પીટલના પ્રાંગણમાં અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયા દ્વારા માનનીય યશસ્વી વડાપ્રધાન નરેશભાઈ મોદીજીના દીર્ઘાયુ માટે તેમના જન્મદિવસે વિશાલ જનમેદની અને અગ્રણી નેતાગણ અને સંતો મહંતોનાં સાનિધ્યમાં ૭૩ કુંડ દીર્ઘાયુ મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવેલ અને તે ઉપરાંત વિવિધ લોકસેવાના કાર્યો પણ કરવામાં આવેલ. આ બાબતની નોંધ લઈને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે તેમના આ કાર્યને બિરદાવતો એક પત્ર સુરેશભાઈ પાનસુરીયાને પાઠવ્યો હતો અને તેમનાં સેવાકાર્યોની સરાહનીય નોંધ લીધી હતી.
|
|
|
