હાર્દિક કાનાબાર પ્રાચી
એક જ પટાંગણમાં ૧૫ હજારથી વધુ લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો.
પ્રાચી તીર્થ.. સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામે ત્રણ દિવસ સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થયું હતું જેમાં સમસ્ત ગામ અને બંદર દ્વારા શીતળા માતાજી, રાંદલ માતાજી, ગણપતિ દાદા, ગંગા મૈયાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા બેસાડવામાં આવી હતી જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ટપા મંડળી, ભજન કીર્તન, અને ભવ્ય લોકડાયરો,વિશાળ સંખ્યામાં નગર યાત્રા, યજ્ઞ, સહિતના કાર્યક્રમો યોજાયા હતા અને આ તકે ગામની એકતા એક જ પટાંગણમાં ૧૫ હજારથી વધુ લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો અને આશિર્વચન તરીકે મટાણા પાઘેશ્વરી આશ્રમના મહંત ઉપવાસી શ્રી કરસનદાસ બાપુ ની ઉપસ્થિતિ જોવા મળી હતી બોહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા.


