Gujarat

હજારો દીકરીઓના કરિયાવર કરી દીકરીઓના આશીર્વાદ મેળવતા પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી રાજુલા ખાતે ૨૬મો કોળી સમાજનો સમુહ લગ્ન સંપન્ન

વિક્રમ સાખટ બ્યુરો અમરેલી
વિક્રમ સાખટ રાજુલા
રાજુલાના પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી દ્વારા આજરોજ રાજુલા ખાતે ૨૬મો કોળી સમાજનો સમુહ લગ્ન યોજવામાં આવ્યો હતો.જેમાં ૨૬ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડયા હતા આ તકે હીરાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે હાલના યુગમાં દીકરીના લગ્નની જવાબદારી બાપુ પર હોય છે ત્યારે આવા સમુહ લગ્ન કરીને હજારો દીકરીઓને પણ આવવાનું છે મને સદભાગ્ય પ્રાપ્ત થયું છે તેઓ બાબતે હું મારી જાતને ધન્ય અનુભવું છું અને રાજુલા જાફરાબાદ તાલુકામાં ગામે ગામ સમુહ લગ્ન થઈ રહ્યા છે તે ગુજરાતની પ્રથમ ઘટના છે ત્યારે આવા સમૂહલગ્નમાં જોડાનાર તમામ નવ દંપતીઓ આ સમૂહ લગ્નમાં મહેનત કરનાર તમામ કાર્યકર્તાઓ આગેવાનોને અભિનંદન આપ્યા હતા આ સમૂહ લગ્નના બહોળી સંખ્યામાં આગેવાનો તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો સરપંચો સાધુ-સંતો યુવાનો ભાઈઓ બહેનો માતા વડીલો ઉપસ્થિત રહ્યા હતા

IMG-20220206-WA0069.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *