મુંબઈ
ટી૨૦ વિશ્વકપ પહેલા ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ ટી૨૦ સિરીઝ ખૂબ મહત્વની છે. આ સિરીઝ માટે બીસીસીઆઇએ મેચો ક્યાં આયોજીત કરવામાં આવનાર છે તે સ્થળના પણ એલાન કરી દેવામાં આવ્યા છે. બંને ટીમો વચ્ચે આ સિરીઝ આમ તો ગત જાન્યુઆરી માસમાં દક્ષિણ આફ્રિકામાં જ રમાનારી હતી. પરંતુ ઓમિક્રોન વાયરસના વધેલા ફેલાવાને લઇને ભારતીય ટીમના દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જેમાં શ્રેણીને બંને બોર્ડે ર્નિણય કરીને મોકૂફ જાહેર કરી હતી. જે હવે આઇપીએલ ટૂર્નામેન્ટ બાદ ભારતમાં જૂનમાં રમાનાર છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી ૫ મેચોની ટી૨૦ સિરીઝ ભારતમાં પાંચ સ્થળો પર રમાનાર છે. આ માટેના સ્થળ નક્કિ કરી લેવામાં આવ્યા છે. ભારતીય ક્રિકેટ બોર્ડ પણ બંને દેશો વચ્ચેની શ્રેણીને લઇ આયોજન હાથ ધરી ચુક્યુ છે. જે આયોજનની શરુઆતના ભાગરુપે જ સ્થળની પસંદગી નક્કી કરી લેવામાં આવી છે. આ સ્થળો પર જૂન માસના બીજા સપ્તાહની શરુઆત થી સિરીઝ રમાઇ શકે છે. રિપોર્ટનુસાર આ શ્રેણીના આયોજન માટે નક્કિ કરવામાં આવેલા સ્થળો પૈકી એક સ્થળ ગુજરાતનુ રાજકોટ છે. રાજકોટમાં આંતરરાષ્ટ્રીય મેચ મળવાને લઇને સ્થાનિક ક્રિકેટ રસિકોને માટે પણ બોર્ડનો ર્નિણય ખુશ કરનારો છે. બોર્ડ દ્વારા પાંચેય મેચને પાંચ અલગ અલગ સ્થળો પર રમાડવામાં આવનાર છે. જે માટે કટક, વિશાખાપટ્ટનમ, દિલ્હી, રાજકોટ અને ચેન્નાઇની પસંદગી કરવામાં આવી છે. આમ લાંબા સમય બાદ હવે ક્રિકેટ મેચનુ આયોજન તેના મૂળ સ્વરુપના આયોજન મુજબ જાેવા મળશે. એટલે કે દરેક મેચ નવા સ્થળે રમાતી જાેવા મળશે. આમ દેશમાં ચારેકોર ક્રિકેટના રસિયાઓને ઘર આંગણે ક્રિકેટનો આનંદ માણવાનો મોકો મળશે. આવતીકાલે શુક્રવાર થી ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ મેચની શરુઆત થનારી છે. બે ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ ટેસ્ટ મોહાલી માં રમાનાર છે. જ્યારે બીજી ટેસ્ટ બેંગ્લુરુમાં રમાનારી છે. ભારતીય ટીમ ના ખેલાડીઓ ટેસ્ટ સિરીઝ બાદ આઇપીએલમાં રમવા ઉતરશે. ૈંઁન્ ૨૦૨૨ બાદ દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતનો પ્રવાસ ખેડનારી છે. ભારતીય ટીમનુ શિડ્યૂલ ખૂબ જ વ્યસ્ત છે, અને આ વ્યસ્તતા વચ્ચે દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતના પ્રવાસે આવનાર છે. આ માટેનુ આયોજન પણ મ્ઝ્રઝ્રૈં ઘડી રહ્યુ છે. બંને ટીમો વચ્ચે ૫ ્૨૦ મેચોની સિરીઝ રમાનારી છે. જેમાં એક મેચ રાજકોટના સ્ટેડિયમમાં રમાનાર હોવાના રીપોર્ટ છે.
