Maharashtra

કોફી વિથ કરણમાં ત્રણેય ખાન એક સાથે નહીં આવે ઃ કરણ જાેહર

મુંબઈ
‘કોફી વિથ કરણ’ની સીઝન ૭ જુલાઈથી ઓનલાઈન સ્ટ્રીમિંગ થશે અને કરણ જાેહર આ ચેટ શોને લઈ ખુબ જ ઉત્સાહિત છે. જાે કે, ઘણા કલાકાર આ શોમાં આવવા અને પોતાની પ્રતિષ્ઠા ખરાબ કરવામાં રસ નથી બતાવતા. ઘણી સેલીબ્રિટીઓનું માનવું છે કે, શોના ફોર્મેટ પ્રમાણે જવાબ આપવાના હોય છે. રણબીર કપૂરે તો પહેલાં જ આ સીઝનના શોમાં ભાગ લેવાની ના પાડી દીધી હતી. રણબીરનો દાવો છે કે, શોથી ઘણા બિન જરુરી વિવાદ પેદા થાય છે. કરણ જાેહરે દ્ગડ્ઢ્‌ફ સાથે પોતાની વાતચીતમાં એ સ્વિકાર્યું કે, ‘કોફી વિથ કરણ’ શોની ઈમેજના કારણે ત્રણેય ખાન, આમિર, સલમાન અને શાહરુખને એક સાથે શોમાં ના લાવી શકાય. કરણે વધુમાં કહ્યું કે, “હું મારા શોની ઈમેજના કારણે બદનામ છું. આ સીઝનમાં ૩ ખાન નથી આવી રહ્યા. મારી પાસે તેમને એક સાથે લાવવાની તાકાત નથી. હું તેમને એક પાર્ટીમાં સાથે લાવી શકું છું. પરંતુ મારા શોમાં નહી. હું ત્રણમાંથી બે ખાનને પણ મેનેજ નથી કરી શકતો.” કરણ જાેહરે પોતાના શો વિશે વધુ વાત કરતાં કહ્યું કે, “સેલેબ્સ જે વાત બીજા મંચ પર કે શો પર કરે છે તેનો કોઈ ફરક નથી પડતો પણ જાે એ જ વાત એ સેબેબ્સ મારા શો પર કહે તો તેને લઈ વિવાદ થઈ જાય છે. લોકો રાહ જુએ છે કે, શો ઉપર કોઈ સેલિબ્રીટી કંઈક કહે અને તેનો મુદ્દો બનાવી શકાય”

File-01-Page-27.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *