Maharashtra

ફિલ્મોમાં ચાલશે સાઉથના સુપરસ્ટાર સાથે ધોનીનો જાદુ!

મુંબઈ
ભારતીય ટીમના વિશ્વ વિજેતા કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની આઈપીએલ સહિત ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી કયારે નિવૃત્તિ લેશે એ ટોપિક હંમેશાથી ચર્ચામાં રહ્યો છે. સેલેક્ટર્સ હોય કે કોમેન્ટેટર્સ કે પછી વિવેચકો હંમેશા ધોનીની નિવૃત્તિનો મુદ્દો ઉઠાવતા રહ્યાં છે અને દર વખતે ધોનીએ પોતાની રમતથી તેમના મોઢા બંધ કરી બતાવ્યાં છે. જાેકે, હવે માહી કરવા જઈ રહ્યો છે નવું મેજિક. મનોરંજન ક્ષેત્રે પદાર્પણ કરવા જાેઈ રહ્યો છે માહી. જાણીને ચોંકી ગયાને પણ આ હકીકત છે. પ્રાપ્ત માહિતી મુજબ મહેન્દ્રસિંહ ધોની નજીકના સમયમાં જ ફિલ્મ મેકિંગમાં હાથ અજમાવવા જઈ રહ્યાં છે. ક્રિકેટ બાદ ફિલ્મો ધોનીનો બીજાે પ્રેમ છે. હવે માહી આ દિશામાં પોતાનું યોગદાન આપવા જાેઈ રહ્યો છે. એક મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, ધોની પોતાની ફિલ્મોની શરૂઆત સાઉથ ઈન્ડસ્ટ્રીથી કરશે. પોતાના પહેલા જ પ્રોજેક્ટમાં ધોની સાઉથના સુપરસ્ટાર અભિનેતા થલાપથી વિજય અને મહેશ બાબુને સામેલ કરવાની યોજના ધરાવે છે. સાઉથના મોટા સ્ટાર્સ હશે ધોનીની ફિલ્મની કાસ્ટ. ધોનીએ ફિલ્મ મેકિંગની દુનિયામાં ધમાકેદાર એન્ટ્રી મેળવવા માટે ખૂબ મોટા પાયે આયોજન કર્યું છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, ધોની પોતાની પહેલી ફિલ્મમાં સાઉથના મોટા એક્ટર થલાપથી વિજય અને મહેશ બાબુને કાસ્ટ કરવાનો છે. આ ઉપરાંત તે મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અભિનેતા પૃથ્વીરાજ સુકુમારન અને કન્નડ ઇન્ડસ્ટ્રીના કિચ્છ સુદીપને પણ પોતાના પ્રોજેક્ટમાં સામેલ કરશે. અગાઉ અટકળો તો એવી પણ લગાવવામાં આવી હતી કે, ધોની પોતાની પહેલી ફિલ્મમાં અભિનેત્રી નયનતારાને કાસ્ટ કરશે પરંતુ પાછળથી આ અહેવાલો પર પૂર્ણવિરામ મૂકવામાં આવ્યું હતું. આ પછી આ અંગે ધોનીની આગામી મુલાકાત થલાપથી વિજય સાથેની હતી. બંને વચ્ચે ફિલ્મ મેકિંગની થોડી વાતો થઈ હતી. ધોનીની આઈપીએલ ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ સાથે જાેડાયેલા એક સૂત્રના જણાવ્યા અનુસાર તે થલાપથી વિજયની ફિલ્મમાં કેમિયો કરતો પણ જાેવા મળી શકે છે. ધોનીનું એમએસ ધોની એન્ટરટેઈનમેન્ટ નામનું પ્રોડક્શન હાઉસ પણ છે. આ પ્રોડક્શન હાઉસ અત્યાર સુધીમાં નાના બજેટની ત્રણ ફિલ્મો બનાવી ચૂક્યું છે, ‘રોર ઓફ લાયન’, ‘ધ હિડન હિન્દુ’ અને’ બ્લેઝ ટુ ગ્લોરી.’ પ્રોડક્શન હાઉસનું સંચાલન ધોનીની પત્ની સાક્ષી કરે છે. હાલ તેની નવી ઓફિસ ચેન્નઈમાં બની રહી છે.

Page-37.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *