Maharashtra

મધુર ભંડારકરની ફિલ્મ બબલી બાઉન્સરનું શૂટિંગ શરૂ

મુંબઈ
ઘણા દિવસોથી આ ફિલ્મ વિશે સમાચાર હતા પરંતુ હવે પુષ્ટિ થઈ છે કે તમન્ના અને મધુર ભંડારકર એક પ્રોજેક્ટ પર સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં તમન્ના એક લીડ રોલમાં જાેવા મળશે.તમને જણાવી દઈએ કે,લાંબા સમય બાદ તમન્ના બોલિવૂડ ફિલ્મમાં જાેવા મળશે. જંગલી પિક્ચર્સે મધુર ભંડારકર અને તમન્ના ભાટિયા સાથેની તસવીર અને શૂટિંગની તસવીર તેમના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે અને માહિતી આપી છે કે ફિલ્મ ‘બબલી બાઉન્સર’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. તેણે કેપ્શનમાં લખ્યું કે, બચીને રહેજાે ભાઈઓ અને બહેનો પ બબલી બાઉન્સર આવી રહી છ! તમન્ના ભાટિયા બ્યુટી પોતાની ડ્યુટી પર પરત ફરવાની છે. હવે કોઈનું દિલ તૂટી જશે કે દાંતપ તેનો જવાબ માત્ર ડિરેક્ટર મધુર ભંડારકર પાસે છે. તમન્ના ભાટિયા બોલિવૂડના મોટા સ્ટાર્સ સાથે જાેવા મળી છે. બાહુબલી બાદ તેને ખુબ પસંદ કરવામાં આવી રહી છે. તેની મજબૂત ફેન ફોલોઈંગ પણ છે. તે ગયા વર્ષે સાઉથની ફિલ્મ ‘સિટીમાર’માં જાેવા મળી હતી. આ સાથે જ તેણે ‘નવેમ્બર સ્ટોરી’ નામની વેબ સિરીઝ પણ કરી હતી. બીજી તરફ, મધુર ભંડારકર ફરી એક સ્ત્રીલક્ષી ફિલ્મ દર્શકોની વચ્ચે લાવી રહ્યા છે. તેણે છેલ્લે ‘ઈન્દુ સરકાર’નું દિગ્દર્શન કર્યું હતુ.તમન્ના ભાટિયા ઘણા સમયથી બોલિવૂડ ફિલ્મોમાં જાેવા મળી નથી. બોલિવૂડમાં જાેવા મળતી તમન્નાના ગાયબ થયા બાદ બધાને લાગ્યું કે તે હવે આ ઈન્ડસ્ટ્રીમાં તે કામ નહીં કરે, પરંતુ તેના ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. તેણે એક બોલિવૂડ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. તમન્નાએ મધુર ભંડારકર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘બબલી બાઉન્સર’નું શૂટિંગ શરૂ કર્યુ છે.

Film-Babli-Bauncer-Directer-Madhur-Bhandarkar.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *