Maharashtra

રવિન્દ્ર જાડેજા સંપૂર્ણ ફિટ થતાં તે શ્રીલંકા સામેની શ્રેણીમાં રમશે

મુંબઈ
ભારત અને શ્રીલંકા વચ્ચે ૨૪ ફેબ્રુઆરીથી ્‌૨૦ સીરિઝ શરૂ થશે. પ્રથમ મેચ લખનૌમાં રમાશે. બીજી મેચ ૨૬ ફેબ્રુઆરીએ ધર્મશાળામાં રમાશે. ૨૭ ફેબ્રુઆરીએ ધર્મશાળામાં જ ત્રીજી ટી-૨૦ રમાશે. પ્રથમ ટેસ્ટ ૪ માર્ચે અને બીજી ટેસ્ટ ૧૨ માર્ચે રમાશે. પ્રથમ ટેસ્ટ મોહાલીમાં અને બીજી મેચ બેંગ્લોરમાં રમાશે.ટીમ ઈન્ડિયા ના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના ચાહકો માટે સારા સમાચાર છે. રવિન્દ્ર જાડેજા સંપૂર્ણ રીતે ફિટ થઈ ગયો છે અને તે શ્રીલંકા સામેની આગામી શ્રેણીમાં રમતા જાેવા મળશે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, જાડેજા શ્રીલંકા સામેની બે ટેસ્ટ મેચની સિરીઝ ઉપરાંત ૩ મેચની ્‌૨૦ સિરીઝમાં પણ રમશે. જાડેજા છેલ્લે ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ કાનપુર ટેસ્ટમાં રમ્યો હતો. ઇજાગ્રસ્ત જાડેજા બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમીમાં હતો જ્યાં તે તેની ફિટનેસ પર કામ કરી રહ્યો હતો. હવે જાડેજા ફિટ છે અને તે લખનઉ પહોંચી ગયો છે જ્યાં શ્રીલંકા સામે ટી૨૦ સીરીઝની પ્રથમ મેચ રમાવાની છે. સીરિઝમાં જાડેજાની સાથે જસપ્રીત બુમરાહ પણ વાપસી કરશે. વેસ્ટ ઈન્ડિઝ સામે ચાલી રહેલી ર્ંડ્ઢૈં અને ્‌૨૦ સીરીઝ માટે બંને ખેલાડીઓની પસંદગી કરવામાં આવી ન હતી. મ્ઝ્રઝ્રૈં એ જણાવ્યું હતું કે જસપ્રીત બુમરાહ, જાડેજા અને મોહમ્મદ શમીને આરામ આપવામાં આવ્યો છે. જાડેજાને ઘૂંટણમાં ઈજા થઈ હતી. વિરાટ કોહલી શ્રીલંકા ્‌૨૦ સિરીઝમાં નહીં રમે. વિરાટ કોહલી શ્રેણી માટે આરામ લઈ શકે છે. જાેકે, તે ટેસ્ટ શ્રેણીમાં રમવા માટે તૈયાર છે. વિરાટ કોહલી મોહાલીમાં તેની ૧૦૦ મી ટેસ્ટ મેચ રમશે. જાે વિરાટ પ્રથમ ટેસ્ટમાં નહીં રમે તો તેની ૧૦૦ મી ટેસ્ટ બેંગ્લોરમાં રમાઈ શકે છે. શ્રીલંકા સામેની શ્રેણી પહેલા જ ટીમ ઈન્ડિયાના નવા ટેસ્ટ કેપ્ટનની જાહેરાત કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે રોહિત શર્મા આગામી ટેસ્ટ કેપ્ટન હશે. વિરાટ કોહલીએ પણ દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન ટેસ્ટ કેપ્ટનશીપ છોડી દીધી હતી. શ્રીલંકા સીરીઝ માટે ટીમની પસંદગી પહેલા ટેસ્ટ કેપ્ટનની પસંદગી કરવામાં આવશે અને ત્યારબાદ ટીમની સાથે નવા કેપ્ટનની જાહેરાત કરવામાં આવશે.

Ravindra-Jadeja.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *