Maharashtra

વિદ્યુત અને નંદિતા આ મહિને લંડનમાં મેરેજ કરશે?

મુંબઈ
નંદિતા માહતાની હાલ લંડનમાં છે અને તેને મળવા માટે વિદ્યુત જામવાલ પણ ઉતાવળો છે. વિદ્યુતે લંડન પહોંચવા માટે પોતાની બેગ પેક કરી હોવાના રિપોર્ટ્‌સ છે. લંડનમાં તેઓ ગુપચુપ મેરેજ કરે તેવી શક્યતા છે. સોર્સીસના જણાવ્યા મુજબ, આમ તો બંનેએ મેરેજ કરી લીધા છે. આ પ્રસંગે ક્લોઝ ફ્રેન્ડ્‌સ હાજર રહ્યા હતા અને તેમણે પોતાના ફ્રેન્ડ્‌સને આ વાતને સીક્રેટ રાખવા કહ્યું છે. અગાઉ વિદ્યુત અને નંદિતાએ પોતાના રિલેશનશિપનો સ્વીકાર કર્યો અને એન્ગેજમેન્ટ એનાઉન્સ કર્યા ત્યારે પણ આવું જ હતું. અગાઉ તેમણે એન્ગેજમેન્ટ કરી લીધા હતા અને બાદમાં એનાઉન્સમેન્ટ કરી હતી. આગામી ૧૫ દિવસમાં તેઓ મેરેજ કરી લે તેવી શક્યતા છે. લાસ્ટ યર નંદિતા અને વિદ્યુતે પોતાના રિલેશનશિપ સ્વીકાર કરીને સરપ્રાઈઝ આપી હતી. બાદમાં વિદ્યુત અને નંદિતાએ એકબીજાનો હાથ પકડેલા ફોટોગ્રાફ્સ શેર કર્યા હતા. તાજ મહેલની સામે ઊભા રહીને તેમણે પોતાના પ્રેમનું એલાન કર્યું હતું. ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં વિદ્યુત-નંદિતાએ આ એનાઉન્સમેન્ટ કર્યું તે પછી સનકનું પ્રમોશન શરૂ થયું હતું. આ સમયે વિદ્યુતે પર્સનલ લાઈફ પર વાત કરવાનું ટાળ્યું હતું. પાછલા વર્ષે ફિલ્મના પ્રમોશનમાં પર્સનલ લાઈફની વાતો છવાયેલી રહી હોવાથી વિદ્યુતે આ વખતે કાળજી રાખી છે અને ખુદા ગવાહ ૨ની રિલીઝ બાદ મેરેજ એનાઉન્સ કરવાનો ર્નિણય લીધો હોય તેમ જણાય છે.

File-01-Page-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *