મુંબઈ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ન્યુઝીલેન્ડ વિમેન્સ સામેની ત્રીજી ર્ંડ્ઢૈં પણ હારી ગઈ છે. આ મેચની લડાઈ કરો યા મરોની હતી. કારણ કે, તેમાં હાર્યા બાદ હવે તેમને ૫ મેચની શ્રેણી પણ ગુમાવવી પડી છે. યજમાન કિવી ટીમે ૩-૦ ની અજેય સરસાઈ મેળવીને ર્ંડ્ઢૈં શ્રેણી પર કબજાે કર્યો હતો. ન્યૂઝીલેન્ડે ત્રીજી વનડેમાં ભારત મહિલા ટીમને ૫ બોલ બાકી રહેતા ૩ વિકેટે હરાવ્યું. વનડે શ્રેણીમાં આ હાર બાદ ભારતના વર્લ્ડ કપ અભિયાનને પણ ઝટકો લાગ્યો છે, જે ન્યુઝીલેન્ડમાં જ રમાનાર છે. ત્રીજી વનડેમાં ભારતે ન્યૂઝીલેન્ડ સામે ૨૮૦ રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેને યજમાન ટીમે ૪૯.૧ ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ પહેલા ન્યૂઝીલેન્ડે ભારતને પ્રથમ વનડેમાં ૬૨ રને અને બીજી વનડેમાં પણ ૩ વિકેટથી હરાવ્યું હતું. જાેકે, ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી વનડેમાં ભારતની શરૂઆત ઘણી સારી રહી હતી. ભારતીય મહિલા ક્રિકેટમાં ૨૦૧૯ પછી પ્રથમ વખત શરૂઆતની વિકેટ માટે ૧૦૦ રનની ભાગીદારી જાેવા મળી હતી. શેફાલી વર્માએ ૫૭ બોલમાં ૫૧ રન બનાવ્યા હતા જ્યારે સભીનેનીએ ૬૧ રન બનાવ્યા હતા. આ સિવાય ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ મિડલ ઓર્ડરમાં ૬૯ રનની અણનમ ઇનિંગ રમી હતી. આ ૩ અડધી સદીની મદદથી ભારતની ટીમ ૪૯.૩ ઓવરમાં ૨૭૯ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ ભારત તરફથી મળેલા ૨૮૦ રનના ટાર્ગેટનો પીછો કરવા મેદાને ઉતરી ત્યારે તેની શરૂઆતને ધક્કો લાગ્યો હતો. અનુભવી ઝડપી બોલર ઝુલન ગોસ્વામીએ માત્ર ૧૪ રનના સ્કોર પર તેના બંને ઓપનરોને કેચ આઉટ કરાવીને પેવેલિયન તરફ મોકલી દીધા હતા. પરંતુ આ પછી કેર અને એમી વચ્ચે શાનદાર ભાગીદારી થઈ, જેમાં મેચ કિવી ટીમ તરફ વળી હતી. જ્યારે ભારતે ન્યૂઝીલેન્ડની ૬ વિકેટ ૧૭૧ રનમાં ઝડપી લીધી હતી ત્યારે થોડી આશા દેખાતી હતી. પરંતુ લોરેન ડાઉનના અણનમ ૬૪ રનના કારણે ન્યૂઝીલેન્ડે વિજય મેળવીને શ્રેણી જીતવામાં સફળ રહી.


