મહારાષ્ટ્ર
કોલ્હાપુર જિલ્લાના હેરવાડ ગ્રામપંચાયતે ૪ મેના રોજ વિધવાઓની આ અમાનવીય પ્રથા બંધ કરવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને સર્વસંમતિથી દરેક ગ્રામપંચાયતે સ્વીકાર્યો છે. આ ગામની આ અરજીની આખા રાજ્યમાં ખૂબ ચર્ચા થઈ. ગામના લોકોએ નક્કી કર્યું કે જાે પતિનું મૃત્યુ થાય તો તેના અંતિમસંસ્કાર પછી મહિલાઓની બંગડી તોડવાની, માથા પરથી સિંદૂર લૂછવાનું, મંગળસૂત્ર કાઢવા જેવી પ્રથા નહીં નિભાવીને મહિલાને સમાજમાં અપમાનિત કરવામાં નહીં આવે. હેરવાડ પછી કોલ્હાપુરના માનગામે પણ તેમના ત્યાં વિધવાપ્રથાને ગયા સપ્તાહે બંધ કરવાની જાહેરાત કરી હતી. શિરોલ જિલ્લામાં આવનાર હેરવાડ ગામના સરપંચ સુરગોંડા પાટીલે જણાવ્યું હતું કે કરમાલા જિલ્લામાં મહાત્મા ફૂલે સમાજ સેવા મંડળના સંસ્થાપક અધ્યક્ષ પ્રમોદ જિંજાદેએ શરૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે મહિલાઓને આ પ્રથામાંથી પસાર થવું પડે છે, એ ખૂબ અપમાનજનક છે. તેમણે વધુમાં કહ્યું હતું કે આ પ્રસ્તાવ પર અમને ખૂબ ગર્વ થાય છે, કારણ કે હેરવાડને અન્ય ગ્રામપંચાયતો માટે એક ઉત્તમ ઉદાહરણ તરીકે રજૂ કરવામાં આવે છે. ખાસ કરીને ત્યારે જ્યારે આપણે સમાજ સુધારક રાજા રાજર્ષિ છત્રપતિ સાહુ મહારાજની ૧૦૦મી પુણ્યતિથિનું વર્ષ ઊજવી રહ્યા છીએ ત્યા મહિલાઓના ઉદ્ધાર માટે આ ર્નિણય લેવામાં આવ્યો છે. સરપંચે કહ્યું, કોવિડ-૧૯ની પહેલી લહેરમાં મિત્રને હાર્ટ-એટેક આવતાં તેનું મૃત્યું થયું હતું. તેના અંતિમસંસ્કાર દરમિયાન તેની પત્નીને બંગડી તોડવા, સિંદૂર હટાવવા અને મંગળસૂત્ર કાઢવા માટે મજબૂર કરવામાં આવી હતી. એને કારણે તે મહિલાનું દુઃખ વધારે વધી ગયું હતું. આ દૃશ્ય ખૂબ હૃદયદ્રાવક હતું. આ દૃશ્ય જાેયા પછી જ આ પ્રથા દૂર કરવાનો ર્નિણય કરવામાં આવ્યો.મહારાષ્ટ્ર સરકારે એક હકારાત્મક પગલું લઈને વિધવાઓ માટે વર્ષોથી ચાલતી રૂઢિવાદી પરંપરાઓ પૂરી કરવાની જાહેરાત કરી છે. એમાં પતિના મૃત્યુ પછી બંગડી તોડવાનું, સિંદૂર લૂછવાનું અને મંગળસૂત્ર કાઢી દેવા જેવી ચુસ્ત પ્રથાઓ સામેલ કરવામાં આવી છે. રાજ્ય સરકારે કોલ્હાપુરની હેરવાડ ગ્રામપંચાયતનું ઉત્તમ ઉદાહરણ લઈને હવે આ ર્નિણય સમગ્ર રાજ્યમાં લાગુ કરવાનો ર્નિણય કર્યો છે. આ વિશે રાજ્ય સરકાર તરફથી એક સર્ક્યુલર પણ જાહેર કરવામાં આવ્યું છે. સર્ક્યુલરમાં રાજ્યની દરેક ગ્રામપંચાયતને વિધવાપ્રથા બંધ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવા કહ્યું છે. એ માટે જિલ્લા પરિષદના મુખ્ય કાર્યકારી અધિકારીને ગ્રામપંચાયતને પ્રોત્સાહન આપવા કહ્યું છે. મુખ્ય કાર્યકારી અધિકારીને તેમના લેવલ પર વિધવાપ્રથા બંધ કરવા માટે જનજાગૃતિ ફેલાવવા માટે કહ્યું છે. મુખ્ય કાર્યકારી અધિકારી આ કામ માટે જિલ્લા પરિષદના દરેક ગ્રામપંચાયત અધિકારીની મદદ લઈ શકે છે. રાજ્યના ગ્રામીણ વિકાસમંત્રી હસન મુશ્રીફે દરેક ગ્રામપંચાયતને હેરવાડ ગ્રામપંચાયતનું અનુકરણ કરી એક આદર્શ સ્થાપિત કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે કુપ્રથાને રોકવા માટે મહારાષ્ટ્ર હંમેશાં આગળ રહે છે. હેરવાડ ગ્રામપંચાયતે પતિના નિધન પછી પત્નીનું સિંદૂર લૂછવા અને મંગળસૂત્ર કાઢી નાખવા જેવી કુપ્રથાને રોકવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો છે.


