Maharashtra

રાજામૌલીની આગામી ફિલ્મમાં મહેશ બાબુ સાથે હોલિવૂડ સુપરસ્ટારની થશે એન્ટ્રી!..

મુંબઈ
દિગ્દર્શક એસ.એસ.રાજામૌલીએ સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ સાથે મળીને પોતાની આગામી ફિલ્મની જાહેરાત કરી દીધી છે. સુપરસ્ટાર મહેશ બાબુ સ્ટારર ડિરેક્ટર રાજામૌલીની ફિલ્મને લઈને ફેન્સમાં ખૂબ જ ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. જાે કે આ ફિલ્મને હજુ સિલ્વર સ્ક્રિન પર પહોંચતા ઘણી વાર લાગશે. એસ એસ રાજામૌલી અને મહેશ બાબુના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મ હાલ પ્રી-પ્રોડક્શન સ્ટેજ પર છે. આ ફિલ્મને ફ્લોર પર જવા માટે હજી ઘણો સમય બાકી છે. આ દરમિયાન મેકર્સ ફિલ્મના બાકીના કાસ્ટિંગના નામ પર વિચાર કરી રહ્યા છે. મહેશ બાબુની અપોઝીટમાં કઇ અભિનેત્રી હશે, તેના વિશે હજુ સુધી કોઇ જ સ્પષ્ટતા નથી. આ દરમિયાન આ ફિલ્મ વિશે વધુ એક રસપ્રદ માહિતી સામે આવી રહી છે. આ જાણીને દિગ્દર્શક એસ.એસ.રાજામૌલીની ફિલ્મ માટે આતુર બેઠેલા ચાહકો આનંદથી ઝૂમી ઉઠશે. મળતી માહિતી મુજબ, ઇઇઇ બાદ દિગ્દર્શક એસ એસ રાજામૌલી આ ફિલ્મને પણ ગ્લોબલ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. ઇઇઇની જેમ જ આ ફિલ્મમાં પણ વિદેશી સ્ટાર્સ જાેવા મળશે. જેમાં પહેલું અને સૌથી મોટું હોલિવૂડ સ્ટારનું નામ સામે આવી રહ્યું છે. રિપોર્ટસના અનુસાર, દિગ્દર્શક એસ એસ રાજામૌલી આ ફિલ્મમાં હોલિવૂડ સ્ટાર સેમ્યુઅલ એલ જેક્સનને કાસ્ટ (ૐર્ઙ્મઙ્મઅર્ુર્ઙ્ઘ જીંટ્ઠિ જીીદ્બેીઙ્મ ત્નટ્ઠષ્ઠાર્જહ ૈહ ઇટ્ઠદ્ઘટ્ઠર્દ્બેઙ્મૈ’જ હ્લૈઙ્મદ્બ) કરવાના છે. સેમ્યુઅલ એલ. જેક્સન એક મોટા હોલીવુડ સ્ટાર છે, જેણે પ્રેક્ષકોને ઘણી મહાન ફિલ્મો આપી છે. આવી સ્થિતિમાં મહેશ બાબુની ફિલ્મમાં તેની એન્ટ્રીથી ફેન્સનો ઉત્સાહ અનેકગણો વધી જવાનો છે. રિપોર્ટસ અનુસાર, દિગ્દર્શક એસ એસ રાજામૌલી આ ફિલ્મમાં હોલિવૂડ સ્ટાર સેમ્યુઅલ એલ. જેક્સનને કાસ્ટ કરવાના છે. સેમ્યુઅલ એલ. જેક્સન એક મોટા હોલીવુડ સ્ટાર છે, જેણે દર્શકોને ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. તેવામાં મહેશ બાબુની ફિલ્મમાં તેની એન્ટ્રીથી ફેન્સનો ઉત્સાહ અનેકગણો વધી જવાનો છે. રસપ્રદ વાત એ છે કે અભિનેતા સેમ્યુઅલ એલ જેક્સન પોતે દિગ્દર્શક એસ.એસ.રાજામૌલીનો ફેન છે. તે ફિલ્મ નિર્દેશક સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી ચુક્યો છે. હોલિવૂડ સ્ટાર સેમ્યુઅલ એલ જેક્સને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે બાહુબલી ૩માં કામ કરવા માંગે છે. લાગે છે કે હવે તેમની આ ઈચ્છા ડિરેક્ટર રાજામૌલીની ફિલ્મ જીજીસ્મ્ ૨૯થી પૂરી થવા જઈ રહી છે.

Page-38.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *