International

મેસ્કિસકોમાં બ્રિજના ઉદ્‌ઘાટન સમયે બ્રિજ તૂટી પડતા શહેરના મેયર સહિત અનેક લોકો ગટરમાં પડ્યા

મેક્સિકો
મેક્સિકો ના એક શહેરમાં બનેલા બ્રિજના ઉદ્‌ઘાટન માટે શહેરના મેયર અને અન્ય અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા. બ્રિજના ઉદ્‌ઘાટન માટે શહેરના મેયર અને અન્ય અધિકારીઓ પહોંચ્યા હતા. જ્યારે તેઓ આ પુલ પર ચઢ્યા ત્યારે તે તૂટી ગયો હતો અને મેયર સહિત લગભગ ૨ ડઝન લોકો ગટરમાં પડી ગયા હતા. મેક્સિકોના કુઅર્નિવાકા શહેરનો છે. અહીં એક નદી પર ફૂટબ્રિજ બનાવવામાં આવ્યો હતો. આ પુલ લાકડાના બોર્ડ અને ધાતુની સાંકળોથી બનેલો હતો અને તેને ફરીથી બનાવવામાં આવ્યો હતો. વાસ્તવમાં, જ્યારે લોકો ઉદ્‌ઘાટન માટે આ પુલ પર ચઢ્યા ત્યારે તે તૂટી ગયો. આ પછી મેયર સહિત લગભગ ૨ ડઝન લોકો નીચે નાળામાં પડી ગયા હતા. પુલ તૂટી પડ્યા પછી, શહેર પરિષદના સભ્યો અને અન્ય સ્થાનિક અધિકારીઓ ૩ મીટર ગટરમાં પડ્યા હતા. ગટરની નીચે પથ્થરો હતા અને લોકો આ પથ્થરો પર પડ્યા હતા. મેયર, તેમના પત્ની, કેટલાક અધિકારીઓ અને પત્રકારો ગટરમાં પડ્યા હતા. આ દરમિયાન ઘણા લોકોને ઈજા થઈ હતી, જેમને બાદમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ક્ષમતા કરતા વધુ લોકો પુલ પર ચઢવાને કારણે આ ઘટના બની છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં ઘણા લોકો ગટરમાં પડતા જાેવા મળી રહ્યા છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે લોકોના પડી ગયા બાદ તેમને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે.

Maxico-Bridge-collapses-during-inauguration-Netaji-falls-into-gutter-with-wife-Viral-Video.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *