National

સોજીત્રામાં ઘરકામ માટે આવતી સગીરા સાથે દુષ્કર્મ કરવાની કોશીષ

સોજીત્રા
સોજીત્રામાં મજૂરી કરી જીવન ગુજારતા મહિલા ૫મી માર્ચના રોજ સાંજે ઘરે આવ્યાં તે સમયે તેની દિકરી તેમને જાેઇ ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. અચાનક તેના રડવા સંદર્ભે પુછતાં તેણે આપવીતી ગઈ હતી. સગીરાએ તેની માતાને જણાવ્યું હતું કે, તે ઘરે એકલી હતી તે દરમિયાન નજીકમાં રહેતા પાડોશીએ તેને ઘરે વાળવા બોલાવી હતી. આથી, તે તેમના ઘરે ગઇ હતી. જાેકે, થોડા સમય બાદ પાડોશી ભાત આપવા નિકળી ગયાં હતાં. આ સમયે સગીરા તેમના ઘરે એકલી હતી અને ઘરકામ કરવા લાગી ગઈ હતી. આ દરમિયાનમાં તેમનો પુત્ર ઘરે આવ્યો હતો અને સગીરા ઘરમાં એકલી હોવાનો ખ્યાલ આવતાં તેણે એકલતાનો લાભ લઇ પ્રથમ ઘરનો દરવાજાે બંધ કરી દીધો હતો. બાદમાં યુવકે સગીરા સાથે કુચેષ્ટા કરી તેની આબરૂ લેવા કોશીષ કરી હતી. જાેકે, સગીરાએ હિંમત દાખવી શખ્સના હાથે બચકું ભરી લીધું હતું અને તુરંત દરવાજાે ખોલી ઘરે જતી રહી હતી. આ સાંભળી તેના માતા ચોંકી ગયાં અને તુરંત સોજીત્રા પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.સોજીત્રામાં રહેતી ૧૬ વર્ષિય સગીરા ઘરકામ માટે ગઇ હતી, આ સમયે ઘરમાલિકનો પુત્ર ઘરે એકલો જ હતો અને તેણે સગીરાની એકલતાનો લાભ લઇ તેની સાથે કુચેષ્ટા કરી દૂષ્કર્મ કરવાની કોશીષ કરી હતી. જાેકે, આ ઘટનાથી ગભરાયેલી સગીરાએ માતા સમક્ષ આપવિતી કહેતા તેઓ ચોંકી ગયા હતા અને પોલીસ મથકે શખ્સ સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધ્યો હતો.

Sojitra-Police-Station-G.-Anand.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *