થરાદ
થરાદ-ધાનેરા હાઇવે પર પૂરપાર જતી કારે પલટી ખાઇ ગઇ હતી. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે. બાઇક ચાલકને બચાવવા જતા આ કાર પલટી ખાઇને રસ્તાની એક બાજુ જતી રહી હતી. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા અમીરગઢ તાલુકાના જાેરાપુરા પાટિયા પાસે એક કાર ચાલકે પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં રાજસ્થાન તરફથી પાલનપુર તરફ જઇ રહેલી કાર જાેરાપુરા પાટિયા નજીક પલટી ખાઇ ગઇ હતી. જેમાં કારમાં સવાર ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અમીરગઢ તાલુકાના જાેરાપુરા પાટિયા નજીક એક રાજસ્થાન તરફથી આવી રહેલી કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. કાર પલટી મારતા જ આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી પહોંચ્યા હતા અને કારમાં સવાર લોકોને બહાર નીકળ્યા હતા. જેમાં કાર ચાલક સહિત ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.થરાદ ધાનેરા હાઇવે બાઇક ચાલકને બચાવવા જતા કારે પલટી મારી દીધી છે. સદનસીબે, આઅકસ્માતમાં કોઇને પણ જાનહાની નથી થઇ. કારમાં સવાર ત્રણ લોકોનો આબાદ બચાવ થયો છે. આ અકસ્માત થતાની સાથે જ આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જાેકે, બાઇક પર જતા વ્યક્તિ કે કારમાં બેઠેલા વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી નથી.

