કાબુલ
વિશ્વભરના ૧૬ દેશોની મહિલા વિદેશ મંત્રીઓએ કહ્યું હતું કે, તેઓ છોકરીઓને માધ્યમિક શાળાઓમાં જવાની મંજૂરી ન આપવાથી “ખૂબ નિરાશ” છે અને તાલિબાનને તેનો ર્નિણય પાછો ખેંચવા વિનંતી કરી છે. વિશ્વના ૧૦ દેશોના રાજદ્વારીઓએ પણ સંયુક્ત રાષ્ટ્રમાં આવો જ સંદેશ આપ્યો હતો. નોંધનીય છે કે, અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસકોએ બુધવારે અણધારી રીતે છોકરીઓ માટે છઠ્ઠા ધોરણથી ઉપરના વર્ગો ફરીથી ખોલવાનો ઇનકાર કર્યો હતો. અલ્બેનિયા, એન્ડોરા, ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, બોસ્નિયા, કેનેડા, એસ્ટોનિયા, જર્મની, આઇસલેન્ડ, કોસોવો, માલાવી, મંગોલિયા, ન્યુઝીલેન્ડ, સ્વીડન, ટોંગો અને યુકેના વિદેશ મંત્રીઓએ કહ્યું, ‘મહિલાઓ અને વિદેશ મંત્રીઓ તરીકે અમે નિરાશ છીએ. અને ચિંતિત છે કે અફઘાનિસ્તાનમાં છોકરીઓને માધ્યમિક શાળાઓમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. ‘અમે તાલિબાનને વિનંતી કરીએ છીએ કે, તે તાજેતરમાં લેવાયેલા ર્નિણયને પાછો ખેંચે અને દેશના તમામ પ્રાંતોમાં તમામ સ્તરે શિક્ષણમાં સમાન તકો પ્રદાન કરે. તે શરૂ થાય તે પહેલાં, અલ્બેનિયા, બ્રિટન, બ્રાઝિલ, ફ્રાન્સ, ગેબન, આયર્લેન્ડ, મેક્સિકો, નોર્વે, યુનાઇટેડ સ્ટેટ્સ અને સંયુક્ત આરબ અમીરાતના રાજદૂતો તાલિબાનના ર્નિણયનો વિરોધ કરવા માટે એકસાથે ઊભા હતા. કાઉન્સિલના વર્તમાન અધ્યક્ષ અને સંયુક્ત આરબ અમીરાતના રાજદૂત, લાના નુસીબેહે સંયુક્ત નિવેદન વાંચીને કહ્યું કે તે “ખૂબ જ ચિંતાજનક” પગલું છે. તમને જણાવી દઈએ કે તાલિબાને ગયા વર્ષે ઓગસ્ટમાં અફઘાનિસ્તાન પર કબજાે કર્યો હતો.ત્યારથી આ દેશ મહિલાઓ અને છોકરીઓ માટે નર્ક બની ગયો છે. તેમને માત્ર શાળા-કોલેજ જવાથી જ રોકવામાં આવી રહ્યાં નથી, પરંતુ કામ કરવાની સ્વતંત્રતા પણ છીનવાઈ ગઈ છે.


