Delhi

વ્યાજે લીધેલા નાણાંની ઉઘરાણીથી પરેશાન યુવકનો સુસાઈડ નોટ લખીને ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ

નવીદિલ્હી
સુરત પોલીસ વ્યાજખોરો સામે તવાઈ બોલાવી રહી છે. તેવામા સુરત ના મોટા વરાછા વિસ્તારમાં રહેતા હિંમતભાઈ વડાલીયાએ ફીનાઇલ પી આપઘાત નો પ્રયાસ કર્યો હતો. હિંમતભાઈએ આક્ષેપ કર્યા હતા કે, એક યુવક પાસેથી વ્યાજે લીધેલા નાણાંના કારણે પઠાણી ઉઘરાણીના ફોન આવતા હોવાથી પરેશાન થઈ આપઘાત કરવા ફીનાઇલ પી લીધી હતી.સુસાઇડ નોટ લખી ફીનાઇલ ગટગટાવી લીધી હતી. હાલમાં હિંમતભાઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સુરતમા વ્યાજખોરોનો આતંક યથાવત હોય તેવું લાગી રહ્યું છે. મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને લેડીઝ વેરની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હિંમત વડાલીયા નામના યુવકે આજથી ૬ વર્ષ પહેલા અશોકભાઈ ગોયાણી નામના વ્યક્તિ પાસેથી ૨૫ લાખ રૂપિયા ૪ ટકા લેખે વ્યાજે લીધા હતા. જેમાં ગેરેન્ટીમા પોતાનું ઘર ગીરવે મૂક્યું હતું. ત્રણ વર્ષ સુધી રેગ્યુલર વ્યાજ પણ આપ્યું હતું. ત્યારબાદ તેમનું મકાન અશોકભાઈ ગોયાણી નામના વ્યક્તિએ પડાવી લીધું હોવાના આક્ષેપ હિંમતભાઈએ કર્યા હતા. એક વ્યક્તિ પોલીસ બની ને પણ વાત કરે છે. પોલીસ મથકે પણ વારંવાર બોલાવે છે. જેથી તેમણે સુસાઇડ નોટ લખી ફીનાઇલ પી લીધી હતી. જેથી તેમને સારવાર અર્થે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, સુરત પોલીસ કમિશનર વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરી રહ્યા છે. જાેકે હિંમતભાઈએ જે પ્રકારે સુસાઇડ નોટ લખી છે. ચોક્કસ કહી શકાય કે, જાે પોલીસ જ આ પ્રકારે દબાણ કરશે તો વ્યક્તિ જશે તો ક્યાં જશે. હિંમતભાઈએ હોસ્પિટલના બિછાનેથી ન્યાયની માંગ કરી હતી.સુસાઇડ નોટમાં પણ સુરત પોલીસ કમિશનર તેમજ ગૃહમંત્રી પાસે ન્યાયની માંગ કરી હતી. જાે આ મામલે યોગ્ય તપાસ થાય તો હકીકત સામે આવે અને યોગ્ય ન્યાય મળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *