Delhi

અમેરિકી વિદેશ મંત્રી બ્લિંકન બેઈજિંગ જશે, રાષ્ટ્રપતિ જિનપિંગને મળશે

નવીદિલ્હી
ચીન તરફથી ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટોની બ્લિંકન આગામી સપ્તાહે બેઇજિંગની મુલાકાત લેશે. અમેરિકી અધિકારીઓએ જણાવ્યું છે કે બ્લિંકન કદાચ ૧૮ જૂને બેઇજિંગમાં હશે. જાેકે, તેમણે અમેરિકી વિદેશ મંત્રીની મુલાકાત સંબંધિત વધુ માહિતી આપી નથી. તેમણે એ નથી જણાવ્યું કે તે ક્યારે અમેરિકાથી બેઈજિંગ જશે. તેમની મુલાકાત કેટલી લાંબી છે? તેમણે હાલમાં આ બાબતો વિશે કોઈ માહિતી આપી નથી. અગાઉ બ્લિંકન આ વર્ષે ફેબ્રુઆરીમાં ચીનની મુલાકાત લેવાના હતા. પરંતુ બલૂન વિવાદ બાદ તેમણે યાત્રા સ્થગિત કરી દીધી હતી. અમેરિકાએ તેના એરસ્પેસમાં ચીનના જાસૂસી બલૂનને તોડી પાડ્યું હતું. આ પછી બંને દેશો વચ્ચે તણાવ ઘણો વધી ગયો હતો. અમેરિકાએ ચીન પર આરોપ લગાવ્યો હતો કે ચીને જાણી જાેઈને અમારા એરસ્પેસમાં જાસૂસી બલૂન મોકલ્યો હતો, પરંતુ ચીને તેનો ઈન્કાર કર્યો હતો. ડ્રેગને કહ્યું કે તે હવામાનનો બલૂન હતો, જે આકસ્મિક રીતે તે વિસ્તારમાં ગયો હતો. અમે તેને મોકલ્યો નથી. જણાવી દઈએ કે ન તો યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે એન્ટની બ્લિંકનની આ મુલાકાતની પુષ્ટિ કરી છે અને ન તો ચીનના વિદેશ મંત્રાલયે તેના વિશે કોઈ માહિતી આપી છે. પરંતુ સૂત્રોનું કહેવું છે કે અમેરિકી વિદેશ મંત્રી બ્લિંકન ચીનના વિદેશ મંત્રી સહિત અનેક ચીની અધિકારીઓ સાથે બેઠક કરી શકે છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું કે, એવી પણ શક્યતા છે કે બ્લિંકન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને પણ મળી શકે છે. પાંચ વર્ષમાં બ્લિંકનની ચીનની આ પ્રથમ મુલાકાત હશે. ચીનના વોશિંગ્ટન દૂતાવાસના પ્રવક્તાએ કહ્યું કે તેમને બ્લિંકનની મુલાકાત વિશે કોઈ માહિતી નથી, પરંતુ તેમણે કહ્યું કે બાયડેન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ છેલ્લે નવેમ્બરમાં મળ્યા હતા. તેમણે કહ્યું કે અમેરિકા અને ચીન બંને એકબીજા સાથે વાત કરવા તૈયાર છે. અમને આશા છે કે બંને પક્ષો વચ્ચેની વાતચીત પાછી પાટા પર આવશે.

Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *