નવીદિલ્હી
ભાભર-સુઈગામ હાઈવે પર દૂધના ટેન્કરે એક્ટિવા સવારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે. દૂધના ટેન્કરે એક્ટિવા પર સવાર બે ઈસમોને અડફેટે લીધા હતા. જેથી એક્ટિવા સવાર બન્ને ઈસમોને ગંભીરઈજા પહોંચતા ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તાપસ હાથ ધરી છે.


