જીતુ ઉપાધ્યાય – હિંમતનગર
હિંમતનગર શહેર પાલિકા તથા અમદાવાદ સૃષ્ટિ સંસ્થા દ્વારા મિલેટ ફૂડ ફેસ્ટિવલ નું એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. માત્ર ત્રણ જ દિવસમાં ૧૦ જેટલા અલગ અલગ વાનગીઓના સ્ટોલ ઉભા કર્યા હતા અને સુંદર આયોજન કર્યું હતું જેમાં ખાસ કરીને કયું અનાજ કેવું છે તેની પણ એક વિશેષ જાણકારી આપવાનો હેતુ પણ હતો આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી ઝાલા ની ઉપસ્થિતિમાં યોજાયો હતો અને તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા અત્રે ઉલ્લખનીય છે કે ૨૦૨૩ ને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ટરનેશનલ મિલેટ જાહેર કર્યો છે તેના એક ભાગરૂપે શહેરમાં આ એક અનોખો કાર્યક્રમ યોજાયો અને મોટાભાગના નાગરિકોએ તેને નિહાળ્યો હતો લોકો પણ ખૂબ જ ખુશ થઈ ગયા હતા
