ઊનાના સનખડા માલણ વિસ્તારમાં દીપડાના આંઠાફેરાથી ભય ફેલાયો હતો. અને વનવિભાગને જાણ કરતા પાંજરૂ ગોઠવેલ જેમાં
દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધેલ હતો.ઊનાના સનખડા ગામે માલણ વાડી વિસ્તારમાં રહેતા ગંભીરસિંહ
ભગુભાઇ ગોહીલની વાડીમાં છેલ્લા ઘણા સમયથી દિપડાની રંજાડ હોય જેથી ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયેલ હતો. આથી
વનવિભાગને જાણ કરતા દીપડાને પુરવા પાંજરૂ ગોઠવવામાં આવ્યુ હતું. જેમાં દીપડો વહેલી સવારે શિકાર કરવા આવતાની સાથેજ
દીપડો પાંજરામાં કેદ થઇ જતા ખેડૂત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અને વનવિભાગ દ્રારા દીપડાને પાંજરા સાથે જશાધાર
એનિમલકેર સેન્ટર ખાતે ખસેડવામાં આવેલ છે.


