Gujarat

ઊના બસ સ્ટેશન નજીક ટ્રક ચાલકે બાઇકને કચળ્યો, બાઇક ચાલક યુવાનનુ ગંભીર ઇજા સારવાર હેઠળ.

ઊના શહેમા અને તાલુકામાં અકસ્માતની ઘટના દિનપ્રતિદીન વધતી જતી હોય તેમ ઊના બાયપાસ હજુ શરૂ થયેલ ન હોવાના કારણે
શહેર માંથી મોટા લોડીંગ ભરેલા વાહન ટ્રકો પુરઝડપે અવર જવર કરતા હોય જેથી અનેક વાહન ચાલકોને હડફેટે લેતા અકસ્માત
સર્જાય છે. અકસ્માતમાં અનેક લોકોના મોત તેમજ ઇજાઓ થઇ છે. આવીજ ઘટના આજે ઉના બસ ડેપો નજીક ટ્રક નં.જીજે. ૧૪
ઝેડ ૮૦૦૪ ના ચાલકે બાઇકને હડફેટે લેતા બાઇક ચાલક સીદીકભાઇ બહારૂની રહે.નવાબંદર વાળાને પગના ભાગે ગંભીર ઇજા
પહોચતા લોહીલુહાણ હાલતમાં ઢળી પડતા તાત્કાલીક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ. આ
અકસ્માતમાં ટ્રકનું વિલ બાઇક ઉપર ચઢાવી દેતા બાઇકનો કચડધાર થયેલ હતો. અને આ અકસ્માત સર્જાતા શહેરના મુખ્ય રસ્તા પર
કલાકો સુધી ટ્રાફીકના દ્રશ્યો સર્જાયા હતા. આ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરવા તજવિજ હાથ ધરેલ છે.

-સ્ટેશન-નજીક-ટ્રક-ચાલકે-બાઇકને-કચળી-યુવાનનુ-ગંભીર-ઇજા-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *