Gujarat

એચ.જે. દોશી આઈ.ટી. કોલેજ ખાતે કારકિર્દીલક્ષી માર્ગદર્શન સેમીનાર યોજાયો  

સત્રમાં ૧૩૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધો

જામનગર જિલ્લા રોજગાર કચેરી અને નહેરુ યુવા કેન્દ્ર દ્વારા એચ.જે. દોશી આઈ.ટી. કોલેજ ખાતે કારકિર્દી અને રોજગારલક્ષી સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રોજગાર કચેરીના કેરિયર કાઉન્સેલર શ્રી અંકીતભાઈ ભટ્ટ દ્વારા ઉપસ્થિતોને અનુબંધમ પોર્ટલ વિષે સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ એપ્લીકેશન દ્વારા ઓન ધી સ્પોટ રજીસ્ટ્રેશન કરાવી રોજગાર કચેરીની કામગીરી, રજીસ્ટ્રેશન પ્રક્રિયા અને ભરતીમેળાઓ વિષે પ્રેઝન્ટેશન દ્વારા વિશેષ માહિતી આપવામાં આવી હતી. વિધાર્થીઓને ઉચ્ચ અભ્યાસ અને અનુસ્નાતક માટે વિવિધ તકો અને રોજગારીની તકો વિષે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સેમીનારના અંતે નહેરુ યુવા કેન્દ્રના જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી શિખર રસ્તોગી દ્વારા આભારદર્શન કરીને આવા સેમીનાર દરેક કોલેજમાં થાય અને વિદ્યાર્થીઓને રોજગારીની તકો અને રોજગાર કચેરી વિષે માહિતી તેમજ અનુબંધમ પોર્ટલનો ઉપયોગ થાય એવા ઉદ્દબોધન સાથે સેમીનાર પૂર્ણ કરવામાં આવ્યો હતો. આ સેમીનારમાં ૧૩૬ જેટલા વિધાર્થીઓને માહિતી અને માર્ગદર્શન પી.પી.ટી. દ્વારા ખુબ જ સહજ અને સરળ રીતે પૂરું પાડવામાં આવ્યું હતું. 

આ કાર્યક્રમમાં એચ.જે. દોશી આઈ.ટી. કોલેજના આચાર્ય અને ડિરેક્ટર શ્રી ડો. હંસાબેન શેઠ, રોજગાર કચેરીના પ્રેઝન્ટેટર શ્રી ભાવનાબેન ગામીત, યુટ્યુબ મોટિવેશનલ સ્પીકર શ્રી જયેશભાઇ વાઘેલા, યુ.એન.ડી.પી. પ્રોજેક્ટ ઓફિસર શ્રી મિથુનભાઈ અને વિવેકાનંદ એકેડમીના પ્રોફેસર શ્રી રાહુલભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

.-દોશી-આઈ.ટી.-કોલેજ-6.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *