મકસુદ કારીગર,કઠલાલ
દારૂ નો નાશ કરવાનો હુકમ થતા પકડાયેલ દારૂ નો નાશ કરવાની કામગીરી કપડવંજ ના કરસનપુરા ટેકરા ખાતે હાથ ધરાઈ હતી.જેમાં કપડવંજ,કઠલાલ અને આતરસુંબા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ કપડવંજ રૂરલ માં પકડાયેલ 9217 નંગ બોટલ રૂ. 13,84,330 તેમજ કઠલાલમાં પકડાયેલ 29713 નંગ બોટલો મળી રૂપિયા 51,61,098 ના મુદ્દા માલનો અને આતરસુંબા માંથી પકડાયેલ 9756 નંગ બોટલ રૂપિયા 17,56,755 ના મુદ્દા સહિત ત્રણેય પોલીસ સ્ટેશન મળી કુલ 48,686 નંગ વિદેશી દારૂની બોટલો નો નાશ કરાયો .જ્યારે કુલ રૂપિયા 83,11,183 ના પ્રોહી મુદ્દા માલનો નાશ કરાયો.કપડવંજ પ્રાંત અધિકારી અનિલ ગોસ્વામી ની અધ્યક્ષતામાં તેમજ ડી વાય એસપી,નશાબંધી ખાતું,મામલતદાર કચેરી સહિત પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં કામગીરી હાથ ધરાઈ હતી.દારૂનો નાશ કરતા બોટલો માંથી દારૂની નદીઓ વહી હતી.


