Gujarat

ગીર સોમનાથ જિલ્‍લામાં  બહારના મજુરો રાખનાર માલિકોએ  નિયત પત્રકમાં  માહિતી ભરી સબંધિત પોલીસ મથકમાં આપવા આદેશ

ગીર સોમનાથ જિલ્લો વિશાળ દરીયા કિનારો ધરાવે છે અને જિલ્લામાં પવિત્ર યાત્રાધામ સોમનાથ આવેલ છે તેમજ પ્રવાસ-પર્યટનના તથા ધાર્મિક ઘણા સ્થળો આવેલા છે, જયાં વિશાળ પ્રમાણમાં દેશ-વિદેશના પ્રવાસીઓ આવે છે. જિલ્લામાં વિવિધ ઔદ્યોગિક એકમો આવેલા છે. હાઇવે ઓથોરીટી તથા માર્ગ મકાન વિભાગ દ્વારા રોડના તથા અન્‍ય બાંધકામના કામોમાં અન્‍ય રાજયોમાંથી મજુરો લાવવામાં આવે છે.  જે મજુરો, મજૂર ઠેકેદારો તથા સપ્‍લાયર્સ/કોન્ટ્રાકટરો દ્વારા લાવવામાં આવે છે.

જિલ્‍લામાં મિલ્‍કત વિરૂધ્‍ધના ગુન્‍હાઓમાં મોટા ભાગના કિસ્‍સાઓમાં પરપ્રાંતિય મજુરો ગુન્‍હા આચરી પરત પોતાના વતનમાં જતા રહેતા હોય, આવા ગુન્‍હા વણ શોધાયેલા રહે છે. આવા સંજોગોમાં જાહેર જનતાની સલામતી તથા સુરક્ષા માટે તકેદારીના પગલા લેવા આવશ્‍યક જણાતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી બી.વી. લીંબાસીયા, દ્વારા  જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કોઈ પરપ્રાંતના (ગુજરાત રાજય બહારના) મજુરોને કામે રાખનાર મજૂર ઠેકેદારો, કોન્ટ્રાકટર, સપ્લાયર્સ તથા અન્ય કોઈ મજુરો કામે રાખનારાઓએ આવા મજુરોને કામે રાખે ત્યારે નીચેના નમુનાના ફોર્મમાં માહિતી ભરપાઈ કરી સબંધીત પોલીસ સ્ટેશન ખાતે પુરી પાડવાની રહેશે. તેમજ સંબંધિત વ્યકિત/સંસ્થાએ નજીકના પોલીસ સ્ટેશન ખાતેથી નિયત નમુનાનુ ફોર્મ મેળવી લેવાનુ રહેશે.

ઉપરાંત મજૂર ઠેકેદારો તથા સપ્લાયર્સ/કોન્ટ્રાકટરો જયારે મજૂરો કામે રાખે ત્યારે સંબંધિત પોલીસ સ્ટેશનમાં માહિતી આપવાનુ ફોર્મ (નિયત નમૂનામાં) ઉપરાંત સરનામા, મજૂરનો તાજેતરનો ફોટો, મજૂરના અંગુઠાનું નિશાન, મુકાદમ/સપ્લાયર/ કોન્ટ્રાકટરની સહી, નામ આપવાના રહેશે. આ જાહેરનામુ તા.૧૭/૨/૨૦૨૩ થી ૬૦ દીવસ સુધી અમલમાં રહેશે આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.

(નિયત નમૂનાનું ફોર્મ)

લેબર કોન્ટ્રાકટર/મુકાદમ(સપ્‍લાયર) નું પુરૂ નામ, સરનામું, મોબાઇલ નં.  
મજુરનું નામ તથા ઉમર  
મજુરનું હાલનું સરનામું તથા મો.નં.  
મજુરના મુળ વતનનું સરનામુ/ગામ, તાલુકો, જિલ્‍લો  
હાલની મજુરીનું સ્‍થળ/કંપનીનું નામ  
મજુરના વતનના સ્‍થાનીક પો.સ્‍ટે.નું નામ તથા જિલ્‍લો અને ટેલિફોન નં.  
મજુરના વતનના આગેવાનનું નામ, સરનામું સંપર્ક નં.  
મજૂર અગાઉ કોઇ પોલીસ ગુન્‍હામાં પકડાયેલ હોય તો તેની વિગત  
કયારથી મુકાદમે/કોન્‍ટ્રાકટરે મજુરી કામ માટે રાખેલ છે  
૧૦ મજુરનું ઓળખ માટેનું આઇ.ડી. પ્રુફ (ફોટા સાથેનું)  
૧૧ ગીર સોમનાથ જિલ્‍લામાં કઇ તારીખથી મજુરી કામ કરે છે અને કઇ તારીખે  જવાનો છે  
૧૨ ગીર સોમનાથ જિલ્‍લામા નજીકના સબંધી હોય તો તેનું નામ, સરનામું અને સંપર્ક નં.  
૧૩ મજુરના ભાઇ/બહેનના નામ/સરનામા/મોબાઇલ નં.  
૧૪ મજુરના કાકા/માસાના નામ/સરનામા/મોબાઇલ નં.  
૧૫ હાલમાં જયાં રહે છે ત્‍યાં તેના ગામના કોણ છે તેના નામ, સરનામા, મોબાઇલ નં.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *