ન્હાતી વખતે બે બાળકો ઊંડા પાણીમાં ગયા હતા, જ્યારે ત્રીજો એક બાળક છીછરા પાણીમાં નહાતો હતો. ત્યારે ઊંડા પાણીમાં ન્હાવા પહોંચેલા બે બાળકો ડૂબવા લાગતાં ત્રીજા બાળકે બચાવો…બચાવોની બૂમાબૂમ કરતાં સામાં કિનારે ઉભેલા એક વ્યક્તિએ બૂમ સાંભળીને બાળકોને બચાવવા દોડ્યો હતો, પરંતુ એ વ્યક્તિ ત્યાં પહોંચે ત્યાં સુધીમાં બાળકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ત્યારે પાણીમાં ડૂબી ગયેલા બાળકોને બહાર કાઢવા માટે તરવૈયાઓને બોલાવ્યા હતા અને તરવૈયાઓએ બન્ને બાળકોની લાશને ચેકડેમના ઊંડા પાણીમાંથી બહાર કાઢ્યા હતા. બન્ને લાશને સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી.ઓરસંગ નદીના ચેકડેમમાં નાહવા પડેલા બાળકોમાંથી એક બાળક ધાર્મિક જોડે વાતચીત કરતાં તેણે જણાવ્યું હતું કે, સ્કૂલેથી પરત ફરતાં મારા મિત્રોએ કહ્યું કે ચલ નાહવા જઈએ. મેં નાહવા જવાની ના પાડી તો તેમને કહ્યું કે સારું તું બહાર ઉભો રહેજે. થોડીવાર પછી હું થોડો અંદર ગયો હતો. અમે ત્રણ જણાં નાહવા ગયા હતા. બાદમાં પાણીમાં ડૂબવા લાગતાં પાડતા બૂમો પાડી તો બાજુમાંથી એક ભાઈ બચાવવા માટે આવ્યા હતા અને બહાર કાઢ્યો હતો.નદીમાં ડૂબી ગયેલા બાળકોને બચાવવા પહોંચેલા વ્યક્તિએ જણાવ્યું હતું કે, લોકોએ બુમાબુમ કરી કે કોઈ છોકરાઓ ચેકડેમમાં ડૂબી રહ્યા છે તો અમે દોડીને ગયા તેમને પાણમાંથી બહાર કાઠવા ગયા હતા. હું ત્યા પહોંચ્યો ત્યાં સુધીમાં બે તરવૈયાઓએ એક છોકરાને બહાર કાઢી લીધો હતો અને બીજો છોકરો મળતો નહોતો. ત્યારબાદ છોકરા જોડે તેના પેરેન્ટસનો નંબર લઈ તેમને જાણ કરી હતી કે તમારો છોકરો મારી જોડે ઉભો છે અને બીજા બે છોકરા ડૂબેલાં છે. એમાંથી એકને બહાર કાઢ્યો છે અને બીજો છોકરો મળતો નથી. ત્યારબાદ તરત જ 108ને જાણ કરી હતી. 108 બોલાવી બંનેને લઈ અમે હોસ્પિટલ આવ્યા છીએ તેવું જણાવ્યું હતું
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


