Gujarat

છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસના કાર્યકારી અને માઈનોરિટી પ્રમુખ નજરકેદ કરાયા

બોડેલી તાલુકા ના જબુગામ જિલ્લામાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો સુરત જવાના હોવાની જાણ બોડેલી પોલીસને થતાં જ સોમવારે સવારે પાંચ વાગ્યાથી જ પોલીસે જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ શશીકાંતભાઈ રાઠવા (ચાચક) અને છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસના માઈનોરિટી પ્રમુખ અમજદખાન પઠાણ (જબુગામ)ને તેમના ઘરે જ નજરકેદ કર્યા હતા. ત્યારે અમજદખાને જણાવ્યું હતું કે દેશમાં જે માહોલ બન્યો છે તે લોકશાહી માટે ખતરો છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને માજી સાંસદ રાહુલ ગાંધી સુરતની કોર્ટમા હાજરી આપવા જવાના છે. જેથી છોટાઉદેપુર જિલ્લામાંથી કોંગ્રેસના કાર્યકરો સુરત જવા માટે રવાના થવાની જાણ બોડેલી પોલીસને થતાં જ આજે સવારે પાંચ વાગ્યાથી જ પોલીસે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ શશીકાંત રાઠવા (ચાચક) અને જિલ્લા કોંગ્રેસના માઈનોરિટી પ્રમુખ અમજદખાન પઠાણ (જબુગામ)ની તેમના ઘરે જ પોલીસે નજરકેદ કરાયા હતા.
ઈમરાન મન્સૂરી મન્સૂરી બોડેલી

IMG-20230404-WA0013.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *