આ કાર્યક્રમમાં છોટાઉદેપુર વિધાન સભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા તથા અતિથિ વિશેષ તરીકે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઇમરાનભાઈ સોની અને આમંત્રિત મહેમાનઓમાં તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠવા ,ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ માધુભાઈ રાઠવા ,જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શૈલેષભાઈ રાઠવા, ગુજરાત રાજ્ય જી. સ.મો. પ્રમુખ રમણભાઈ. રાઠવા ,બીઆરસી કોર્ડીનેટર -છોટાઉદેપુર હિતેશચંદ્ર સોલંકી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ જગદીશભાઈ રાઠવા ,તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી અવિનાશ રાઠવા તાલુકા પંચાયત સદસ્ય રાયસીંગપુરા હરેશભાઈ રાઠવા તાલુકા પંચાયત સદસ્ય સીમલ ફળિયા ગોરધનભાઈ રાઠવા, રાયસીંગપુરા જુથ ગ્રામ પંચાયતના સરપંચ મંજુલાબેન રાઠવા ,સીમલ ફળિયા જુથગ્રામ પંચાયત સરપંચ રેસિંગભાઈ રાઠવા, હરવાંટ જૂથ પંચાયત સરપંચ રમેશભાઈ રાઠવા ,જિલ્લા પંચાયત સદસ્ય ધંધોડા ભારતીબેન રાઠવા, રાયસીંગપુરા જૂથ ગ્રામ પંચાયતના માજી સરપંચ વિક્રમભાઈરા ઠવા તેમજ છોટાઉદેપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના સદસ્યો છોટાઉદેપુર સી.આર.સી કો-ઓર્ડીનેટર ગ્રુપાચાર્ય ઓ રાજ્ય તેમજ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકો , ત્રણ ગ્રામ પંચાયત જૂથના ગ્રામજનો, એસએમસી અધ્યક્ષ અને સભ્યોઓ,રાયસીંગપુરા ગ્રુપના તમામ શાળાઓના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં બાળકો દ્વારા ખુબ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. સમારંભના અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાઠવા તરફથી બાળકો તેમજ શિક્ષકોઓનું ખુબ સુંદર આયોજન કરેલ હોય સૌને પ્રોત્સાહિત કર્યા હતા. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઇમરાન સોની તરફથી બાળકોને શુભેચ્છાઓ ની સાથે મેડલ અને શિક્ષકોઓને શિલ્ડ આપી આ કાર્યક્રમને સફળ બનાવવા જે ખૂબ ઉમદા કાર્ય કરેલ છે ,ત્યારે સૌની પ્રશંસા કરી હતી. અને આવા જ કાર્યક્રમ થતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. સ્વાગતપ્રવચન રાયસીંગપુરા ગ્રુપના ગ્રુપાચાર્ય સાધુ મીતાબેને કરી હતી. અને રાયસીંગપુરા કલસ્ટરના સી.આર.સી કો.ઓર્ડીનેટર ચાવડા પિયુષભાઈ તરફથી બાળ ઉર્જા મહોત્સવ નું મહત્વ તેમજ ,તમામ મુખ્ય શિક્ષક ઓ અને ગ્રુપના તમામ શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો. માજી સરપંચ રાયસીંગપુરા વિક્રમભાઈ રાઠવા તરફથી સૌ ઉપસ્થિત થનાર મહેમાનઓ તેમજ ગ્રામજનો અને રાયસીંગપુરા ગ્રુપ કક્ષાના મહોત્સવમાં ઉપસ્થિત તમામ મુખ્ય શિક્ષક ,શિક્ષકોઓ ,બાળકો અને નામી -અનામી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આમ રાયસીંગપુરા ગ્રુપ કક્ષાએ ખૂબ ધામધૂમથી બાળ ઉર્જા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


