Gujarat

જામકંડોરણા ના જસાપર ગામે જુગાર ના અડ્ડા પર જામકંડોરણા પોલીસ રેડ પાડી ૭ જુગારી સાથે ૧ ૩૩ ૭૦૦ ની રોકડ રકમ સાથે ૨.૭૧ ૨૦૦ મુદામાલ ઝડપાયો

મહેશ ઉર્ફ ગોધીયો ના રહેણાક મકાન મા જુગાર નો અખાડો પર પોલીસ ત્રાટકી
આ અંગે ની જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં થી મળતી માહિતી મુજબ જામકંડોરણા તાલુકાના જસાપર ગામે જસાપર ની ગોલાય પાસે આવેલા દાળમા દાદા ની મંદિર ની બાજુ મા રહેણાંક ઘરમાં બહાર થી લોકોને બોલાવી ને મહેશ ઉર્ફે ગોધીયો જુગાર નો અખાડો ચલાવી રહ્યો હોવાની ચોક્કસ બાતમી ના આધારે જામકંડોરણા પોલીસ દ્વારા જુગાર ની રેડ પાડી હતી આ રેડ દરમ્યાન મહેશભાઇ ઉર્ફે ગોધીયો ભીમજીભાઇ ઉર્ફે ભીમાભાઇ મઢવી રહે.જસાપર (૨) પ્રદિપભાઇ ઉર્ફે પ્રવીણભાઇ ઉર્ફે પવો કાનજીભાઇ ચુડાસમા રહે. જામકંડોરણા (૩) રફીકભાઇ અબ્બાસભાઇ રહે. જામકંડોરણા (૪) ઇન્દ્રજીતસિંહ ઉર્ફે રાજદીપસિંહ દીલુભા જાડેજા રહે.જામકંડોરણા (૫) મહમદભાઇ ઉર્ફે પીતાંબરભાઇ ખમીશાભાઇ ઠેબા રહે જામકંડોરણા (૬) સલીમભાઇ રજાકભાઇ ધાંચી રહે ધોરાજી (૭) સિકંદરભાઇ વલીભાઇ પાલા રહે.ધોરાજી જુગાર રમતા ઝડપાયેલા હતા જુગાર ની રેડ મા રોકડ રકમ ૧ ૩૩ ૭૦૦ સાથે મોબાઇલ વાહન મળી કુલ ૨ ૭૧ ૨૦૦ નો મુદામાલ ઝડપાયો હતો
  જામકંડોરણા પોલીસ સ્ટેશન ના ઈનચાર્જ પીએસઆઈ જી. જે ઝાલા તથા પોલીસ સ્ટાફે  એ તમામ જુગારીઓ પાસેથી મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.   અહેવાલ અતુલ લશ્કરી

IMG-20230508-WA0003.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *