જામનગર મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી દ્વારા આગામી તા. 12 એપ્રિલના રોજ સવારે
10: 30 કલાકે રોજગાર કચેરી, જામનગર ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોજગાર ભરતી
મેળામાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરીદાતા ઉપસ્થિત રહેશે. તેમજ નોકરીદાતા દ્વારા સ્થળ પર જ ઉમેદવારોની પસંદગી
કરવામાં આવશે.
ઉપરોક્ત રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારોએ પોતાનો બાયો-ડેટા, શૈક્ષણિક લાયકાત અને અનુભવના
પ્રમાણપત્રોની નકલો સાથે સ્થળ પર હાજર રહેવા માટે મદદનીશ નિયામક (રોજગાર) શ્રી સરોજ બી. સાંડપા, જામનગરની
યાદીમાં જણાવવામાં આવ્યું છે.
