રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી NMMS(શિષ્યવૃતિ પરીક્ષા) ની પરીક્ષામાં જુનાગળોદર પે સેન્ટર શાળામાંથી કુલ ૨૧ બાળકોએ આ પરીક્ષા આપી હતી. જેમાં ૧૭ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા અને ૨ વિદ્યાર્થીઓ મેરીટમાં આવ્યા છે. જુનાગળોદર પે સેન્ટર શાળાના મેરીટ માં આવેલ આ બંને બાળકો ને સરકાર તરફથી શિષ્યવૃતિ મળવા પાત્ર થાય છે. શાળા પરિવાર તરફથી સાંચેલા ધ્રુવ રસિકભાઈ અને ભૂરાણી મહિપાલ માનસિંહભાઇ ને અભિનંદન પાઠવવામાં આવેલ છે.
