Gujarat

જેતપુરમાં મકાનના ભાગ મામલે મહિલા પર જેઠાણી અને ભત્રીજાનો હુમલો

મહિલાને લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયા
જેતપુરમાં મકાનના ભાગ મામલે મહિલા પર ભત્રીજા અને જેઠ જેઠાણીએ ગાળો આપી હુમલો કરતા મહિલાને સારવારમાં ખસેડાઇ હતી. બનાવ અંગે ફરિયાદ નોંધાતા જેતપુર પોલીસે તપાસ હાથ ધરી હતી. બનાવ અંગે ફરિયાદી યાસ્મીનબન સાહોદભાઇ લુવાણાયા (ઉ.વ .32) (રહે.ગોપાવાડી, હનુમાનના મંદીર પાસે, શેરી નં.10, જેતપુર) એ જણાવ્યું હતું કે, ગત તા.18 ના સાંજના તે તેના પતિ તથા જેઠ અશરફભાઇ શકુરભાઇ લુલાણીયા જેઠાણી સબાનાબેન પરિવાર સાથે ઘરે હતાં ત્યારે તેના સસરાના મકાનના વારસાઈ ભાગ બાબતે ઘરમેળે વાતચીત ચાલતી હતી
ત્યારે તેના જેઠ અશરફભાઇએ કહેલ કે તમને વારસામા કાંઇ આપવુ નથી અને તમે બન્ને અહીયાથી ઘર ખાલી કરીને બીજી જગ્યાએ રહેવા જતા રહો અને ગાળો બોલવા લાગેલ જેથી તેમને ગાળો બોલવાની ના પાડતા તેનો સગીર પુત્ર મોઇન પણ ગાળો બોલવા લાગેલ અને ઝપાઝપી થતાં ફરિયાદીના જેઠના બન્ને સગીર પુત્રોએ ઉશ્કેરાય જઈ લાકડા બેટ વડે માથામાં ઘા ઝીંકી દીધેલ હતો. તેમજ જેઠાણી સબાનાબેન અને ફરજાનાબેને ઢીકાપાટુનો મુંઢ માર મારતાં માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા લોહીલુહાણ હાલતમાં યશમીનબેનને સારવારમાં ખસેડવામાં આવેલ હતાં.
( ફોટો હરેશ ભાલીયા )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *