દુઃખ ભોગવવાથી કર્મ કપાય છે.અમારા કર્મોનું ફળ ભોગવવા માટે જ અમારા જીવનમાં દુઃખ આવે છે.દુઃખનું કારણ અમારા પોતાના કર્મો જ છે જેને અમારે ભોગવવાં જ પડતાં હોય છે.અમારા જીવનમાં દુઃખ આવે જ ના તો અમારા કર્મો કપાશે કેવી રીતે? એક નાના બાળકને તેની માતા સાબુ ઘસી ઘસીને સ્નાન કરાવે છે તે સમયે બાળક રડે છે પરંતુ તે માતા બાળકના રડવાની પરવાહ કરતી નથી.બાળકના શરીર ઉપર જ્યાં સુધી મેલ દેખાય છે ત્યાં સુધી માતા તેને સ્નાન કરાવવાનું ચાલુ જ રાખે છે તેમાં માતાને કોઇ દ્વેષભાવ હોતો નથી.ર્માં તેને દુઃખ આપવા માટેના ભાવથી સાબુથી રગડતી નથી પરંતુ બાળક આ વાતને સમજતો ન હોવાથી રડતો હોય છે તેવી જ રીતે અમોને દુઃખ આપવાથી પરમેશ્વરને કોઇ લાભ નથી થતો પરંતુ અમારા પૂર્વજન્મોના કર્મો ભોગવાવીને અમોને પાપથી બચાવવા માટે અને જગતનું મિથ્યાપન બતાવવા માટે તે અમારા જીવનમાં દુઃખ આપે છે એટલે કે જ્યાંસુધી અમારા પાપો ધોવાઇ જતા નથી ત્યાં સુધી અમારા રડવાથી પણ પરમેશ્વર અમોને છોડતા નથી એટલે દુઃખથી નિરાશ થયા વિના અમારે માલિક પ્રભુ પરમાત્માના મિલનના વિશે વિચાર કરવાની જરૂર છે અને સેવા સુમિરણ સત્સંગને જીવનનું અંગ બનાવવાની જરૂર છે.
મૃત્યુના સમયે સગાં-સબંધીઓ કોઇ જીવની સાથે જતા નથી.જીવ પોતાના સારા-નરસા કર્મો..મન અને ઇન્દ્રિયોના સૂક્ષ્મરૂ૫ સહિત ૫હેલાંના શરીરને છોડીને બીજા શરીરમાં જાય છે.જ્ઞાન ભક્તિ સંપન્ન કર્મ કરેલા હશે તો મુક્ત થઇ જવાશે,એટલે પરીવાર તથા સબંધીઓના મોહમાં ૫ડીને ક્યારેય એવા કર્મ ના કરવા જોઇએ કે જે અમોને ભવિષ્યમાં મૃત્યુ ૫છી દુઃખદાયી થાય.સંસારના તમામ સબંધો અસત્ય અને કલ્પિત છે.
અનેક જન્મોની અધૂરી રહેલી આ સંસારની મિથ્યા વાસનાઓ લાંબા સમયના અભ્યાસ વિના ક્ષીણ થતી નથી અને જ્યાંસુધી વાસનાઓ છે ત્યાંસુધી કર્મ ચાલુ રહે છે.કર્મોને સમાપ્તં કરવાં હોય તો વાસનાને મારવી પડે છે અને તે ભગવાનનું નામ લેવાથી જ મરે છે.મૃત્યુના સમયે મન જેમાં લાગે છે તેવી જ ગતિ થાય છે.સારૂં કર્મ હોય કે ખરાબ કર્મ હોય..જેમાં મન લાગી જાય છે તે બંધનનું કારણ બને છે.જો મનને વશ કરી લેવામાં આવે તો વ્યક્તિ બંધનમુક્ત થઇ જાય છે.
જીવ જેવું કર્મ કરે છે તેવું જ ફળ પામે છે.કર્તાભાવનો ત્યાગ કરીને કરવામાં આવેલ કર્મ જ સાચો આનંદ આપે છે.મનુષ્ય જે કંઇ કર્મ કરે છે તેના અંતઃકરણમાં તે કર્મના સંસ્કાર ૫ડે છે અને તે સંસ્કારો અનુસાર તેનો સ્વભાવ બને છે.કર્મમાર્ગમાં વિઘ્ન કરનાર કામ છે.કર્મ બાધક થતું નથી પણ કર્મ મેં કર્યું છે એવો અહંકાર કર્મમાં બાધક છે.
મનની શુદ્ધિ કરવા માટે કર્મની જરૂર છે એટલે કે મનને એકાગ્ર કરવા ‘ભક્તિ’ (કર્મ)ની જરૂર છે અને સર્વમાં ઈશ્વરનો અનુભવ કરવા જ્ઞાનની જરૂર છે.જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય..ત્રણે પરિપૂર્ણ થાય ત્યારે જીવ પરમાત્મા દર્શન કરી કૃતાર્થ થાય છે.
આ સ્થૂળ દેહ પૂર્વજન્મનાં કર્મથી એકઠાં કરેલાં પાંચ તત્વો પૃથ્વી પાણી અગ્નિ વાયુ અને આકાશથી ઊપજેલો છે અને એ જ આત્માનું ભોગસ્થાન છે એની અવસ્થા જાગ્રત છે કારણ કે એથી સ્થૂળ પદાર્થોનો અનુભવ થાય છે.ગીતામાં ધર્મ શબ્દનો અર્થ કર્તવ્યકર્મ છે અને કર્તવ્યકર્મનો સ્વરૂ૫થી ત્યાગ કરવાનો નથી.સઘળા ધર્મો એટલે કે કર્મોને ભગવાનને અર્પણ કરી દેવા એજ સર્વશ્રેષ્ઠ ધર્મ છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)


