*કૈલાશ ટેકરી મહાદેવ મંદિર ખાતે મહાદેવને 56 ભોગનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો*
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે નાના મોટા અનેકો મંદિરો આવેલા છે અને આજે મહાશિવરાત્રીનો પર્વ છે દેવાતી દેવા મહાદેવ નો દિવસ છે ત્યારે યાત્રાધામ અંબાજીમાં શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા મહાદેવની પાલખી યાત્રા યોજાઈ જેમાં સમિતિના સર્વે ભક્તો અને અંબાજી ગામની ધર્મ પ્રેમી જનતા મહાદેવના ભક્તિમાં રંગાઈ હતી જેમ ભસ્મ માં મહાદેવ રંગાય છે આમ મહાદેવના ભક્તો પણ આજના દિવસે પાલખી યાત્રામાં ભસ્મ મા રંગાયા હતા અને અંબાજી મંદિર એટલે કે માં અંબાના મંદિરે શિવજીની પાલકી યાત્રા માં અંબા સમક્ષ લઈ ગયા ત્યારે આવું દ્રશ્ય ઉત્પન્ન થયું કે શિવ અને શક્તિનું મિલન થતું હોય અને ભક્તો મહાદેવની ભક્તિમાં મસ્ત થઈ જુમી રહ્યા હતા પાલખી યાત્રા અંબાજીના તમામ શિવાલય અને અંબાજી મંદિરની પરિક્રમા કરી કૈલાશ ટેકરી મહાદેવ ખાતે પૂર્ણાહુતિ કરાઈ હતી. પાલખી યાત્રા જોઈ એવું લાગતું હતું કે શિવભક્તો જાણે મહાદેવની જાન લઈ અંબાજી મંદિર ખાતે મા અંબા સમક્ષ જતા હોય તેવો પાલખી યાત્રામાં આનંદ ઉત્સવ છવાઈ ગયો હતો. કૈલાશ ટેકરી મહાદેવ મંદિર ખાતે આજે દેવાદી દેવ મહાદેવને 56 ભોગનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. સરોવર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી મહાપર્વ નિમિત્તે મહાદેવ નો યજ્ઞ યોજાયો હતો. શ્રી અંબાજી સંત સેવા મંડળ દ્વારા માનસરોવર ભોલાગીરી મહારાજની ધૂણી ખાતે ઠંડાઈનો પ્રસાદ અને ફ્રુટ નો પ્રસાદ મહાદેવના ભક્તોને વિતરણ કરવામાં આવ્યો હતો
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


