Gujarat

જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ છોટાઉદેપુર દ્વારા આયોજિત પ્રાથમિક શિક્ષક ક્રિકેટ ટુર્નામેન્ટ પ્રમિયમ લીગ 2023 નું આયોજન તેજગઢ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાના બોડેલી છોટાઉદેપુર, કવાટ,નસવાડી,પાવીજેતપુર,

સંખેડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ક્રિકેટ ટીમનું ઉદઘાટન કારોબારી અઘ્યક્ષ ઉમેશભાઈ રાઠવાના હસ્તે
કરાયું
આજ રોજ બે ગ્રુપ બનાવી ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવી જેમાં શિક્ષકોએ ખૂબ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો .ક્રિકેટ ટુર્નામેન્ટમાં રનને ઓનલાઇન મૂકી મેચ રમાડતા અંદાજિત ચાર હજાર જેટલા શિક્ષકો અને બહેનોએ ટુર્નામેન્ટ ના સ્કોરને ઓનલાઈન જોવામાં આવ્યો હતો આજના આ ટુર્નામેન્ટ માં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શૈલેષભાઈ રાઠવા ,મહામંત્રી રાકેશભાઈ પટેલ ,ઉપપ્રમુખ ગુજરાત રાજ્ય સંઘ માઘુભાઈ રાઠવા અને હોદેદારો અને તાલુકા સંઘના પ્રમુખ,મંત્રી સહિત ક્રિકેટ રસિકો હાજર રહ્યા. હવે આવતી કાલે ફાઇનલ મેચ રમનાર હોય રસાકસી ભરી મેચ થાય તેવું લાગી રહ્યું છે.જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના અભિગમને કારોબારી અઘ્યક્ષે આવકારી અભિનંદન પાઠવવામાં આવ્યા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230218-WA0047.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *