ગઈ રાત્રીના સમયે છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્યવિસ્તારમાંથી એક પીડિત માતાએ 181 મહિલા હેલ્પલાઇન ની મદદ માગતાં જણાવ્યું હતું કે મહિલાનાં પતિ 15 દિવસના નવજાતબાળક ને લઇ જતા રહ્યા છે. 181 ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી મહિલા નું કાઉન્સિલિંગ કરતાં જાણવા મળે છે કે મહીલા નાં લગ્ન નાં 2 વર્ષ થયા છે ત્યારથી મહિલા અને તેમના પતિ પિયર માં રહતા હતા છેલ્લા 20 દિવસ થી મહિલા સાસરીમા રહવા ગયેલ હતા. હોસ્પિટલમાં બતાવવાનું હોવાથી પિયરમાં ફોન કરી પોતાના ભાઈ ને બોલાવી છોટાઉદેપુર ખાતે જનરલ હોસ્પિટલ ગયેલ મહિલાનાં પતિ ત્યાં આવી મહિલાએ વાતચીત કરતા પિયર માં લગ્ન પ્રસંગ હોવાથી થોડા દિવસ રેહવાની વાત કરી મહિલાનાં પતિ પિયરમાં રહવા નાં પાડી અને બાળક ને માતા પાસેથી છીનવી લઈને જતા રહ્યા હતા.ત્યાર બાદ 181 ટીમ દ્વારા બંને પક્ષો ને સમજાવી નવજાતશિશુ હોવાથી છ મહિલા સુધી માતાનાં દૂધનું જ સ્તનપાન કરાવવું. નવજાતશિશુ હોવાથી માતા પાસે રેહવું જરૂરી છે કહી કાયદાકીય સમજ અને પતિ પત્ની વચ્ચે સબંધો ની સમજ આપી. પોતાના બાળક ના ભવિષ્ય નો વિચાર કરવો કહી સાસરી પક્ષ અને પતિને સમજાવીને પતિએ પોતાની કરેલ ભૂલ સમજી અને બાળકને માતા ને આપી .મહિલાને પોતાનું બાળક પરત મળતા પીડિતનાં ચેહરા પર આનંદની લાગણી વ્યક્ત થઈ અને 181 ની ટીમ નો આભાર વ્યક્ત કર્યો
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


