Gujarat

પે  સેન્ટર શાળા નંબર એક સાવરકુંડલા ખાતે ૮૨ વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
ભારતીય સંસ્કૃતિનો મૂળ આધાર સ્તંભ ,મૂલ્ય શિક્ષણ ,રાષ્ટ્રની ભાવિ પેઢીને સાંસ્કૃતિક, નૈતિક તેમજ રાષ્ટ્રીય મુલ્યો સાથે જોડતી આ પરીક્ષા બાળકોના વ્યક્તિત્વ વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો નોંધાવે  છે. પે સેન્ટર શાળા નંબર એક સાવરકુંડલાના ૮૨ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી ,જેમાં પ્રવાસી શિક્ષક રૂબીનાબેન પઢીયારનો પણ સમાવેશ થાય છે. આ બધા જ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા. અલ્પેશભાઈ સીતાપરાએ આ પરીક્ષા અંગે જહેમત ઉઠાવેલ. છેલ્લા ૧૨ વર્ષથી આ શાળામાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાના શાળાના વ્યવસ્થાપક શ્રી શિલ્પાબેન દેસાઈ દ્વારા બાળકોને આ પરીક્ષા અંગે પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવામાં આવેલ. તેમજ માત્ર શાળાના જ બાળકો નહીં પરંતુ સમગ્ર તાલુકાના બાળકોને આ  પરીક્ષા અંગે પ્રેરણા આપી  બાળકોને પરીક્ષા અપાવીને શિલ્પાબેન દેસાઈએ તાલુકા કન્વીનર તરીકે સુંદર અને સરાહનીય કામગીરી કરેલ.ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં ભાગ લેનાર તમામ બાળકોને શાળાના આચાર્યશ્રી મહેશભાઈ જાદવ સમગ્ર સ્ટાફગણ તેમજ સમગ્ર શાળા પરિવાર ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.

IMG-20230102-WA0051.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *