Gujarat

બગડોલ માં નીલકંઠ મહાદેવ મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ તાલુકાના બગડોલ ખાતે નીલકંઠ મહાદેવ મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. સમસ્ત બગડોલ ગ્રામજનો દ્વારા પ્રતિષ્ઠા મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે નીલકંઠ મહાદેવ,પાર્વતી માતા,ખોડીયાર માતા,પીઠેશ્વરી માતા,ગણપતિ અને હનુમાનજીની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા શાસ્ત્રોકત વિધિ મુજબ કરવામાં આવી હતી.સમગ્ર ધાર્મિક કાર્યક્રમ દરમિયાન કુટીર હોમ,જળયાત્રા, નગરયાત્રા,યજ્ઞ, મૂર્તિ અધિવાસ,મૂર્તિ પ્રતિષ્ઠા,ધજા રોહણ,મહા આરતી અને મહા પ્રસાદી સહિતના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.આ પ્રસંગે ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા સહિત સંતો અને મહંતો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમમાં બગડોલ ગામના અગ્રણીઓ ભાઈઓ બહેનો સહિત દસ હજાર થી વધુ લોકો મહા આરતી અને મહાપ્રસાદીમાં ઉપસ્થિત રહી ભોલેનાથના આશીર્વાદ મેળવ્યા હતા.

IMG-20230205-WA0033-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *