સેવા શબ્દ નાનો છે, પરંતુ સેવાભાવી લોકો માટે આ શબ્દ કંઈક નાનો નથી, બસ આવી જ એક સેવા બોડેલી નો સેવાભાવી યુવક કરી રહ્યા છે જે રાત્રે મફતમાં એમ્બ્યુલન્સ સેવા પૂરી પાડે છે અને લોકો માટે આ એક પ્રેરણા રૂપ કહી શકાય તેવી સેવા કરી રહ્યા છે અને એમ્બ્યુલન્સ વાહન પાછળ એમનો મોબાઈલ નંબર પણ લખ્યો છે ત્યારે કોઈને પણ તાત્કાલિક રાત્રીના સમયમાં એમ્બ્યુલન્સ ની જરૂર હોય તો આ નંબર પર ફોન કરીને મફતમાં સેવા લઈ શકાય છે ત્યારે આવા સેવાભાવી યુવાન ની કામગીરી સરાહનીય જોવા મળી રહી છે
બોડેલી, અલીપુરા માં ક્રિષ્ના સોસાયટીમાં રહેતા રાઠવા નરેન્દ્રભાઈ દ્વારા વાન ગાડીને રાત્રી ના ૯.૦૦ થી રાત્રી ના ૩.૦૦ વાગ્યા સુધી બોડેલીમાં ઇમરજન્સી ફ્રી સેવા(હોસ્પિટલ માટે )નિઃશુલ્ક બજાવે છે.તો તેમનો સંપર્ક મો.નંબર ૮૧૪૧૦૬૮૫૧૯ છે.
આવી સેવા બજાવવા બદલ એમની કામગીરી ખૂબ સારી જોવા મળી રહી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


