છોટાઉદેપુર જિલ્લામાં ગતવર્ષે વરસાદે અનેક ગામોમાં સર્જેલી તારાજીમાં અનેક રસ્તાઓ,કોતર,નાળા,સ્લેબ ડ્રેનને જોડતા રસ્તાઓ અને રસ્તાઓની આજુબાજુની પાળોનું ધોવાણ થયેલ હતું.જેમાં અનેક ગામોના સંપર્કો ધોવાણને કારણે તૂટી ગયા હતા.ગુજરાત સરકાર ઘ્વારા ચોમાસુ પૂર્ણ થતા જ તમામ વિભાગોને નુકશાની અંગેનો સર્વે હાથધરી સરકારમાં મોકલી આપવા જણાવ્યું હતું.જેથી નુકશાન પામેલા માર્ગો,મકાનોનું સત્વરે સમારકામ કરી શકાય.પુનઃ ચોમાસુ આવવાને ૯૦ જેટલા દિવસો બાકી છે ત્યારે વહીવટીતંત્ર ઘ્વારા નુકશાન પામેલા માર્ગો,સ્લેબ ડ્રેનને જોડતા રસ્તાઓનું સમારકામ હાથ ન ધરતા રાહદારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.બોડેલી તાલુકાના ભોરદાથી કુંદનપુરને જોડતા રસ્તા પર બનેલ નાળાને અડીને આવેલ રસ્તાની બંને તરફ માટીનું ધોવાણ થતા મોટો ભુવો પડેલ છે.જેને વહેલીતકે પુરાણ કરવા રાહદારીઓની માંગ ઉઠી છે.પાવીજેતપુરના મોરાડુંગરી ગામ પાસે ચલામલી ખટિયાવાટને જોડતા મુખ્ય માર્ગનું મોટાપાયે ચોમાસામાં ધોવાણ થયું હતું.વહીવટીતંત્ર ઘ્વારા પણ આ મુખ્ય માર્ગ પર કોઈ સમારકામ હાથ ન ધરાતા ચોમાસામાં અનેક ગામોનો સંપર્ક તૂટી જશે અને નોકરિયાત,મજુરીયાતવર્ગ અને શાળા,કોલેજમાં અભ્યાસ કરતા તમામ લોકોને ભારે મુશ્કેલી પડશે તેમ રાહદારીઓ,વિદ્યાર્થીઓ અને નોકરિયાતોએ જણાવ્યું હતું.જિલ્લાનું વહીવટીતંત્ર આળસ ખંખેરી ચોમાસા પૂર્વે તમામ માર્ગો,સ્લેબ ડ્રેન,નાળાઓની ચકાસણી કરી યોગ્ય કામગીરી કરે તેવી માંગ ઉઠી છે.

બોડેલી તાલુકાના ભોરદાથી કુંદનપુરને જોડતા રસ્તા પર બનેલ નાળાને અડીને આવેલ રસ્તાની બંને તરફ માટીનું ધોવાણ થતા મોટો ભુવો પડેલ છે.જેને વહેલીતકે પુરાણ કરવા રાહદારીઓની માંગ
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

