મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે અને તાલુકા કક્ષાના પ્રશ્નોના ઉકેલ માટે લોકોએ તેમની ફરિયાદ રજૂ કરવા માટે ઉચ્ચ કક્ષા સુધી ન જવું પડે તે માટે તાલુકા કક્ષાએ સ્વાગત ઓનલાઈન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માણાવદર તાલુકામાટે તા.૨૬/૦૪/૨૦૨૩ના સવારે ૧૧ કલાકે મામલતદાર કચેરી, માણાવદર ખાતે યોજાનાર કાર્યક્રમ માટે માણાવદર તાલુકા કક્ષાના પ્રશ્નો/ફરિયાદો તા.૧૦/૦૪/૨૦૨૩ સુધીમાં તાલુકા મામલતદાર કચેરી માણાવદર ને પહોંચાડી આપવા સંબંધકર્તા લોકોને જણાવવામાં કરવામાં આવે છે.
મહેસુલ વિભાગ ને લગતા પ્રશ્નો મામલતદાર કચેરી, માણાવદર ખાતે તારીખ ૧૦/૪/૨૦૨૩ સુધીમાં જ રજૂ કરવાના રહેશે. તારીખ ૧૦/૪/૨૦૨૩ બાદ આ કચેરીમાં રજૂ થયેલ પ્રશ્નો એપ્રિલ ૨૦૨૩ ના કાર્યક્રમમાં સામેલ કરવામાં આવશે નહીં. અને આ તારીખ વીત્યા પછીની કે અસ્પષ્ટ રજૂઆતવાળી, એક કરતા વધુ શાખાના પ્રશ્નો હોય તેવી અરજી પર કોઈ કાર્યવાહી થઈ શકશે નહીં. આ કાર્યક્રમ અંતર્ગત નીતિવિષયક પ્રશ્નો, સરકારી કર્મચારીઓના સેવા વિષયક પ્રશ્નો, કોર્ટ મેટર, દીવાની પ્રકારની ખાનગી તકરારો, અપીલ થવા પાત્ર કેસો, અરજદારને સ્વયં સ્પર્શતા ન હોય તેવા પ્રશ્નો, અરજદારે તેમના પ્રશ્નો અંગે સંબંધિત કચેરી/ ખાતાનો એક પણ વાર સંપર્ક કર્યા સિવાય પ્રથમ વખત સીધા જ આ કાર્યક્રમમાં રજૂ કરેલ પ્રશ્ન અને અગાઉ રજૂ થયેલ પ્રશ્નો નવા પ્રશ્ન તરીકે લેવામાં આવશે નહીં. જેની દરેક અરજદાર હોય એ ખાસ નોંધ લેવી
માત્ર મહેસુલ ખાતાના પ્રશ્નો રૂબરૂ /ટપાલ મારફત કે રજીસ્ટર એડીથી મામલતદાર કચેરી, માણાવદર ખાતે સ્વીકારવામાં આવશે અન્ય ખાતાના પ્રશ્નો સીધા જ અરજદારોએ જે તે ખાતાને મોકલવાના રહેશે.તેમ માણાવદર તાલુકા મામલતદારશ્રીની યાદીમાં જણાવાયું છે.
