રાજકોટ
ઉનાળાનો પ્રારંભ થયો નથી ત્યાં સૌરાષ્ટ્રમાં જળસંકટ ઘેરું બને તેવી શક્યતા સેવાઇ રહી છે. હાલની પરિસ્થિતિમાં જળસંગ્રહ સૌથી ઓછો છે. સૌરાષ્ટ્રના ૧૪૧ ડેમોમાં માત્ર ૪૨.૨૨ ટકા જળસંગ્રહ રહ્યો છે. જેના પગલે આગામી ઉનાળામાં પાણી પ્રશ્ન સર્જાવાના એંધાણ વર્તાઈ રહ્યા છે અને સૌરાષ્ટ્રનો મુખ્ય મદાર નર્મદાનીરની આવક ઉપર રહે તેવી શક્યતા છે. હાલ રાજકોટના આજી બાદ ન્યારી ૧ ડેમમાં નર્મદા નીર ઠાલવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. રાજકોટમાં ૨૦ લાખ લોકો પૈકી નળજાેડાણ ધરાવતા આશરે ૧૬ લાખ લોકોને દૈનિક માત્ર ૨૦ મિનિટ પાણી આપવામાં આવે છે. છતાં આજી ડેમ શિયાળામાં જ ખાલી થવા લાગતા સૌની યોજના દ્વારા ડેમમાં ૬૫૦ સ્ઝ્રહ્લ્ પાણી ઠાલવ્યા બાદ આજે ન્યારી-૧ ડેમમાં પણ સૌનીનું પાણી ઠાલવવાનું શરું કરાયું છે. ન્યારી-૧ ડેમની ૧૨૪૮ સ્ઝ્રહ્લ્ની ક્ષમતા સામે હાલ ૬૪૦ સ્ઝ્રહ્લ્ સંગ્રહ છે. હજુ પણ ઉનાળાના અંતે સૌનીનું પાણી ફરી છોડવું પડશે અને ત્યારે રાજકોટમાં માંડ માંડ દૈનિક વિતરણ થઈ શકશે. અત્રે ઉલ્લેખ્નીય છે કે સૌરાષ્ટ્રમાં ગત વર્ષે ૫૩૪૬૭ સ્ઝ્રહ્લ્ સામે આ વર્ષે માત્ર ૩૮,૫૯૪ સ્ઝ્રહ્લ્ જળસંગ્રહ રહ્યો છે જે ગત વર્ષથી ૧૪૮૭૨ સ્ઝ્રહ્લ્ ઓછો છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં હાલ ઉનાળુ વાવેતર થઈ રહ્યું છે તેને પિયતની જરૂર પડશે અને તે સાથે સામાન્ય કરતા વધુ તાપમાન સાથે ઉનાળાનો અહેસાસ રહેતો હોય પીવા માટેની જળ માગમાં પણ વધારો થઈ રહ્યો છે.


