સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ની ઇનસ્કૂલ યોજના હેઠળ તાલીમ લઇ તૈયાર થઇ રહેલા ખેલાડીઓનો ઉત્કૃષ્ટ દેખાવ…
અલગ અલગ જિલ્લાકક્ષા તેમજ રાજયકક્ષા સ્પર્ધામાં પણ સારુ પરિણામ પણ મેળવે છે….
બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાની ઉમરાળા પ્રાથમિક શાળાના બાળકો ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કુલમાં આજ દિન સુધી ૧૭ બાળકો પસન્દગી પામેલ છે.ધોરણ-૧૨ સુધી અભ્યાસ માટે તેમજ રહેવા જમવા માટે તમામ સુવિધા યુક્ત અભ્યાસ ફ્રિ અને સાથે સ્પોર્ટ્સના ઉચ્ચ લાયકાત ધરાવતા કોચ દ્વારા સ્પોર્ટની તાલીમ.સને-૨૦૨૨/૨૩ માં અમારી શાળામાં બોટાદ જીલ્લામાં એક માત્ર ઉમરાળા પ્રા.શાળા ના ટેક્વેન્ડો માં ચાર બાળકો DLSS (ડ્રીસ્ટ્રીક લેવલ સપોર્ટ સ્કૂલ) પસંદગી પામ્યા જેમાં
(૧) મેણીયા શુભમભાઈ ભરતભાઈ બોયઝમાં રાજ્યમાં ૧૧ (અગિયારમાં) ક્રમે અને જીલ્લામાં પ્રથમ ક્રમે
(2) મીઠાપરા આરતીબેન મુનાભાઈ (ગર્લ્સ)માં રાજ્યમાં ૨ (બીજા) ક્રમ પર અને જીલ્લામાં પ્રથમ ક્રમે
(3) બાવળિયા કવિતાબેન વિરજીભાઈ ગેલમાં રાજ્યમાં ૧૮ (અઢારમાં) ક્રમે જીલ્લામાં બીજા ક્રમે
(4) બાવળિયા પુરુબેન વિરજીભાઈ ગર્લ્સ (રાજ્યમાં ૩૫ (પાત્રીસમાં) ક્રમે જીલ્લામાં ત્રીજા ક્રમે આવી શાળાનું અને ગામનું તેમજ તાલુકા અને બોટાદ જીલ્લાનું ગૌરવ વધારેલ છે.આ બાળકોને સ્પોર્ટ્સ ની ટ્રેનીગ આપી આગળ લાવનાર ઝાપડિયા પ્રવિણભાઈ અને તમામ બાળકોને શાળા પરિવાર ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવે છે…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


