જૂનાગઢ જિલ્લા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે 14 એપ્રિલ એટલે વિશ્વવિભૂતી મહામાનવ ડો.બી.આર.આંબેડકરની જન્મજયંતી નિમિતે ભારત સરકારે ફરજિયાત જાહેર રજા જાહેર કરેલ હોવા છતાં પણ જિલ્લાની અનેક ખાનગી શાળાઓ ચાલુ રાખવામાં આવતી હોય જેને લઈ અનું.જાતીના લોકોની લાગણી દુભાઈ રહી છે.અમુક ખાનગી શાળાના સંચાલકો સરકારના ઠરાવનો અનાદર કરી શાળાઓ ચાલુ રાખતા હોવાનો આવેદનપત્રમાં ઉલ્લેખ કરી 14 એપ્રિલના દિવસે ચાલતી ખાનગી શાળાઓના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને શાળાની માન્યતા રદ કરવા કલેકટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું.
આ તકે RDAM જિલ્લા પ્રમુખ મુકેશ ચૌહાણ,જિલ્લા સંયોજક અજય વાણવી,વંથલી તાલુકા પ્રમુખ રમેશ વાણવી સહિતના કાર્યકરો આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ: હાર્દિક વાણીયા વંથલી


